________________
છે. પણ ગુજરાતીમાં ટીકા કંઈક ખરાબ વ્યંજનાવાળા શબ્દ છે. ભાષ્ય શબ્દ તેમણે પિતે એક જગાએ વાપરેલો છે, અને કદાચ એને લીધે જ એમની શૈલીને ભાષ્યશૈલી, કહેવામાં આવે છે, પણ મેં ભાષ્યને બદલે એમણે જ વાપરેલો વાતિક શબ્દ વાપર્યો છે. તેનું ખાસ કારણ એ છે કે વાર્તિકકાર અનુક્ત વસ્તુનું પણ ચિંતન કરી શકે છે, એ એનું વિશેષ લક્ષણું મનાય છે.૪૭ અને અહીં મૂળ કાવ્યનું અવલંબન કરી ઘણું પિતાને કહેવાનું કહે છે એટલે સ્થૂલ અર્થમાં મેં તેને વાર્તિકે કહ્યાં છે આનંદશંકરભાઈએ પહેલી આવૃત્તિમાં જે તે પહેલા મૂક્યા છે, તેમાં વિષયની યોજના મને જાણતી હતી. એટલે વેદાન્તસિદ્ધાન્તનું જ્યાં મહત્વનું નિરૂપણ આવતું હતું તેવા લેખો મેં પહેલા વિભાગમાં યોગ્ય સ્થાને મૂક્યા. આ વિભાગ અને વાર્તિકે બન્ને એક જ પ્રયજન માત્ર ભિન્ન પદ્ધતિથી સાધતા જણાયા તેથી બન્નેને મેં સિદ્ધાન્તનિરૂપણના કહ્યા. આવી જતા આ લેખમાં રાખી છે. તેમાંથી જુદી જુદી કક્ષાના કે જુદા જુદા પ્રજનવાળા અભ્યાસીઓને કંઈક સગવડ મળશે એમ માનું છું. જેમને સામાન્યરૂપે જ આ વિષયને અભ્યાસ કરવો હોય તેમને માટે છેલ્લો વ્યાખ્યાન વિભાગ અનુકૂળ પડશે. જેમને મુખ્ય સિદ્ધાન્ત બરાબર સમજવો હોય તેમને માટે તે ઉપરાંત પહેલો કે બીજે વિભાગ અનુકૂળ પડશે. જેમને શાસ્ત્રનું વધારે વિગતથી કે ઝીણવટથી અધ્યયન કરવું હોય તેઓ તે ઉપરાંત શાસ્ત્રચર્ચા પણ જેશે. બાકીના વિભાગે વિશેષ વિગતે માટે અને લેખકનો સંપૂર્ણ અભ્યાસ કરવાના ઉપયોગના રહેશે. અને છતાં કહેવું જોઈએ કે આ એક સગવડ ખાતે સ્થલ દષ્ટિએ પાડેલા વિભાગ છે. લેખન સમયે જે વિભાગે દષ્ટિમાં હતા નહિ, તે વિભાગે આથી વધારે ચોકસાઈવાળા હોઈ શકે નહિ.
આ બધી પ્રવૃત્તિનું ફળ શું? તેની અસર શી? એને એક જવાબ એ છે કે મહાન કે ગહન પ્રવૃત્તિઓનાં ફળ તરત બતાવી શકાતાં નથી. આચાર્ય આનંદશંકરના લેખેને વધારે સારે અભ્યાસ થશે, તેમની સૂચના પ્રમાણે આપણું દર્શનેનું શોધન થશે, દાર્શનિક ઈતિહાસ લખાશે, તેમની જીવન અને ધર્મ સંબંધી બીજી સૂચનાઓ પણ સમાજના ધ્યાનમાં આવશે, ત્યારે તેની ખરી કિમત થશે. પણ એક વાત આપણે અત્યારે પણ કહી શકીએ. માણસના કામનું મૂલ્ય તેના ઉદ્દેશ અને તેની સિદ્ધિથી થઈ શકે આચાર્ય આનંદશંકર શુદ્ધ અને સ્પષ્ટ દૃષ્ટિવાળા હતા. તેઓ પિતાને ઉદ્દેશ ૪૭. કalgamર્થિવ્ય(િચિંતા)amરિ તુ વાર્તિમ્ આપ્ટેને સંસ્કૃત કોષ.