________________
તકે થાય છે કે શાંકરભાષ્યની પ્રસન્નગંભીરતા તેમને વારસામાં ઊતરી છે. ભાષા કઈ પણ કૃત્રિમ ઉપાથી સંસ્કારી નથી બનતી પણ તેમાં જે વિચારે ઉતારવાના હોય એ વિચારેના સામર્થ્યથી સંસ્કારી બને છે.
* આ બધા લેખે નિબંધના રૂપમાં છે. આશરે અરધી સદી દરમિયાન આ લેખે મુખ્યત્વે વસંત' માસિક માટે લખાયા છે. માસિકના લેખ સામાન્ય રીતે કઈ તાત્કાલિક પ્રયજન માટે લખાય છે, પણ આ ટો એવા કઈ પ્રજનથી નહિ પણ પ્રજાને આ વિષયનું જ્ઞાન દૃષ્ટિ અને સંસ્કાર આપવા લખાયા છે, કેટલાક તો ગૌરવવાના પ્રસંગે આપેલાં ગંભીર વ્યાખ્યા છે, અને એ રીતે ચિરસ્થાયી મૂલ્યના છે. આવા જુદે જુદે પ્રસંગે લખેલા લેખોમાં ક્યાંક વિરોધ કે વિસંવાદ આવી જવા જેવું જણાય, એવાં બેત્રણ સ્થળે આગળની ચર્ચામાં મેં બતાવેલાં છે, પણ ત્યાં બતાવ્યું છે તે પ્રમાણે તેની એકવાયતા કરી શકાય છે. કેઈ વાર નિરૂપણના દષ્ટિભેદને લીધે વિરોધ જેવું લાગે, અને વેદાન્તમાં વ્યાવહારિક અને પારમાર્થિક એવાં બે ભિન્ન દૃષ્ટિબિન્દુઓ હોવાથી અને વેદાન્તની અવાન્તર શાખાઓમાં થોડે થોડે દષ્ટિભેદ હેવાથી, કવચિત વિરોધ જણાય. પણ ત્યાં લેખકનું દૃષ્ટિબિન્દુ જે ધ્યાનમાં આવી જાય તે વિરોધ રહેતો નથી. એકંદર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તો લેખકના ચિત્તમાં પ્રારંભથી જ, એટલી દઢભૂમિ થયા છે કે લેખકમાં ક્યાંઈ સિદ્ધાતથી શ્રુતિ કે ખલન થતું નથી. આટલા લાંબા ગાળામાં ક્યાંઈ જ સ્મૃતિ ન થાય એ ખરેખર આશ્ચર્યકારક છે. તે સિવાય અભિમત વસ્તુઓમાં પ્રસંગાનુસાર એક વાર એકના ઉપર વિશેષ ભાર મૂક્યો હોય તે બીજી વાર બીજી ઉપર વિશેષ ભાર મૂક હોય એવું બને પણ એ વિરોધ નથી. આવા લેખમાં એકની એક વાતનું પુનરાવર્તન થાય એ સ્વાભાવિક છે, પણ લેખકની મિતાક્ષરી શૈલી, વિષયની ગંભીરતા અને વક્તવ્યના મહત્ત્વથી પુનરાવર્તન તેના મૂલ્યને હાનિ કરતું નથી.
આ આવૃત્તિમાં, આગલી આવૃત્તિ પછીના આજ સુધીના લેખો ઉમેરેલા છે. એથી તેનું કદ ઘણું વધી ગયેલું છે. એટલા બધા લેખેને કઈક પણ યોજના પ્રમાણે મૂકવા જોઈએ. આનંદશંકરભાઈ પિતે, આગલી આવૃત્તિમાં પણ યોજમાં ઉપર પૂરતું ધ્યાન આપી શકેલા નહોતા. અને પછી એમની પ્રકૃતિ એટલી શિથિલ હતી કે આ પ્રકાશનના કોઈ પણ પ્રશ્ન માટે તેમને