________________
- આચાર્ય આનંદશંકરની ભાષા વિશે આ પહેલાં ઘણું કહેવાઈ ગયું છે. એમની ભાષા, એમના ચિન્તનને ધારણ કરી શકે એવી સમર્થ છે. તત્ત્વજ્ઞાન એ આ પુસ્તકને વિષય હોવાથી, તે ભાષામાં સંસ્કૃત શબ્દો વિશેષ હોય એ સ્વાભાવિક છે, પણ ક્યાંઈ તેમણે અનુચિત રીતે સંસ્કૃત શબ્દને આગ્રહ બતાવ્યો નથી. સંસ્કૃત શબ્દો હોવા છતાં પણ જરૂર પડે ત્યારે ઘરગથ્થુ શબ્દ પણ બહુ જ સહેલાઈથી, તે પકડી શકે છે. તેમની ભાષાએ અદ્યતન વિકાસને પૂરે લાભ લીધો છે,—અલબત એ વિકાસમાં તેમને ફાળો મહત્વનો છે–અને છતાં શાસ્ત્રીઓ વાપરતા તેવા “કહેતાં', “નામ” વગેરે શબ્દો આવવા દીધા છે, તેની સૂગ નથી રાખી. તેમને ભાષાપ્રવાહ બહુ જ સ્વાભાવિક છે, છતાં તેઓ શબ્દના સર્વત્ર ભાનવાળા છે. ભાષાની કોઈ પણ ભૂલ અજાણતાં પણ તેમનામાં આવી જતી નથી. અને પ્રસંગે ગુજરાતી શબ્દનો અર્થ પણ સૂક્ષમતાથી કરી અમુક સંદર્ભમાં ઘટાવી સુંદર અર્થપ્રકાશ કરી આપે છે. આ શક્તિ ખાસ કરીને વાર્તિકોમાં
જ્યાં કાવ્ય પર ભાષ્ય કરે છે ત્યાં વિશેષ દેખાય છે, પણ સામાન્ય ચર્ચામાં પણ એ દેખાય છે. ભાષાની સાધારણ ખૂબી, તેને અાગ્યા મહત્ત્વ આપ્યા વિના, તેઓ લાવી શકે છે, જેમકે સામી પ્રીત, સતકાર, સહકાર અને પછી સ્વીકાર એ અન્યમનસ્વીકારને ક્રમ બતાવે છે યાં. જ્યાં વિચાર અંગ્રેજી શબ્દથી વધારે સ્કુટ થતાં હોય ત્યાં તેઓ અંગ્રેજી શબ્દ મૂકે છે, કવચિત્ ગુજરાતી સમાનાર્થી શબ્દ આપ્યા વિના મૂકે છે, પણ ઘણી જગાએ સમાનાર્થી શબ્દ યોજીને પણ મૂકે છે અને એ રીતે પણ ભાષાવિકાસમાં તેમણે સારો ફાળો આપે છે. તેમની ભાષા, તેમનાં વિરામચિહ્નો, ખાસ કરીને ગુરુરેખા (dash–), વાક્યરચનાઓ, વગેરે અભ્યાસગ્ય છે, પણ તેમાં ખાસ મુશ્કેલી એ છે કે આ પુસ્તકમાં એમની જોડણી અને એમનાં જ ચિહ્નો એમની ઈચ્છાથી એમ જ રાખવા પ્રયત્ન કર્યો છે છતાં, એ બધાં એમણે અસલ લખ્યા પ્રમાણે જ હશે એની ખાત્રી રાખી શકાતી નથી, કારણ કે ‘વસન્તમાં આપેલા મૂળ લેખો, અને તે પછી આપણે ધર્મની અને આવૃત્તિમાં થયેલું તેમનું પુનર્મુદ્રણ એ કશા ઉપર તેઓ એટલી ઝીણવટથી ધ્યાન આપી શક્યા નથી. તેમ છતાં એમની ભાષા, વાક્યરચના એ સર્વની વિશિષ્ટતાની આ પુસ્તક વાંચતાં પણ છાપ પડ્યા વિના નહિ રહે. તેમની ભાષા વિશે મેં એક વાર પ્રસન્નમીરપરા સરસવતી એ ઉદ્ગાર કાઢે, હમણાં ભમતીને મંગલમાં શારીરિક ભાષ્ય વિશે “પ્રસન્નગ ભીર૪ એ જ વિશેષણ વાંચતાં
४६. भाष्यं प्रसन्नगंभीरं तत्प्रणीतं विभज्यते ।