________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૫ આઠમા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે ત્યારે ધર્મ સંન્યાસ લેગ હોય છે. એ સમયે આત્મસ્કુરણ તીવ્ર થાય છે. પર પરિણતી થતી નથી. આ અતિ ઉત્તમ દશાને જ્ઞાનીઓ પણ વર્ણવી શકે નહિ, તે અનુભવગમ્ય સ્થિતિ છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર તથા જ્ઞાનદશામાં વર્તતાં ઘનઘાતી કર્મને નાશ થાય છે, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષપશમ ભાવના ક્ષમાદિ દશ ધર્મ તથા મત્યાદિ જ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને લાયક ભાવના ક્ષમાદિ ધર્મો તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તાવિક ધર્મસંન્યાસયેગ છે. પરંતુ અતાત્વિક ધર્મસન્યાસ
ગ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રવજ્યા અંગીકાર કરતી વખતે હોય છે. સાવધ પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ પ્રવજ્યા જ્ઞાનગની પ્રાપ્તિરૂપ છે. ભગવતી પ્રવજ્યાને અધિકારી સંસારથી વિરક્ત થયે હેય તે જ છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, દીક્ષાને લાયક તે જીવે છે કે જે (૧) આર્યદેશમાં જન્મેલ હેય, (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળે હોય, (૩) જેના કર્મરૂપી મળ ઉપશાંત થયા હોય એ નિર્મળ બુદ્ધિવાળે હોય, (૪) જેને મનુષ્ય જન્મની દુર્લભતા સમજાણ હોય, (૫) જન્મ – મરણના રેગથી જે ભયભીત બન્યો હોય, (૬) ધન, સંપત્તિની અસ્થિરતાને જાણી લીધી હોય, (૭) વિષયો માત્ર દુઃખના હેતુ છે એમ જાણ્યું હોય, (૮) સંગને વિયેગશીલ જાણ્યો હોય, (૯) મરણને ભય જીવનમાં પ્રતિક્ષણે રહે છે એવું જાણી લીધું હોય, (૧૦) ભેગેનું ફળ અતિ ભયંકર છે એમ જાણી લીધું હેય, (૧૧) ઉપરોક્ત