________________
ગદષ્ટિ સમુચ્ચય થયા પછી થયોપશમ ભાવના ક્ષમાદિ ધર્મો, તથા મત્યાદિ ચાર જ્ઞાન રહેતા નથી, અને ક્ષાયક ભાવના ક્ષમાદિ દશ ધર્મો તથા કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે.
યોગ સંન્યાસ નામને સામર્થ્યયોગ તેરમાં ગુણસ્થાનકના. અંતે મેલ જવાના સમયે જ્યારે શેલેશીકરણ કરે છે, ત્યાર પછી ચૌદમાં ગુણસ્થાનકે આ યોગ હોય છે, આ યોગમાં મન, વચન અને કાયાના વ્યાપારને પણ નિરાધ થાય છે. આ બાબતને આગળના લેકમાં જણાવવામાં આવે છે. ૯
આ બન્ને વેગ જે ગુણસ્થાનકે હોય તે કહે છે. દ્વિતીયાદપૂર્વકરણે પ્રથમસ્તાત્ત્વિક ભવેત આયકરણાદૂર્વે દ્વિતીય ઇતિતદ્ધિદઃ શિવાય
વિવેચન–અહીંઆ બીજું અપૂર્વકરણ ગ્રહણ કરવાથી ગ્રંથભેદના કારણભૂત પ્રથમ અપૂર્વકરણને નિષેધ કરીને દ્વિતીય શબ્દ ગ્રહણ કરેલ છે, કારણ કે પ્રથમ અપૂર્વકરણમાં સામર્થ્ય ગ હોતું નથી.
અપૂર્વકરણ એટલે આત્માને અપૂર્વ ભાવ. જે પહેલા કયારેય પણ આવેલ નથી. આ અનાદિ અપાર સંસારમાં પરિ ભ્રમણ કરતા આ જીવને ધર્મના અનુષ્ઠાન કરવા છતાં પણ પહેલા કયારે નહિ આવે એ આત્માને અપૂર્વ અધ્યવસાય (પરિણામભાવ) ઉત્પન્ન થાય તેનું નામ અપૂર્વકરણ છે. આ અપૂર્વકરણનું ફળ રાગદ્વેષ રૂપી તીવ્ર ગાંઠ છે તેને ભેદ કરે તે છે, અને આ ગ્રંથભેદનું ફલ સમ્યગદર્શન પ્રાપ્ત થવું તે છે. અને આ સમ્યગ્ર દર્શનથી સત્ય વસ્તુ સમજાય છે—જડ