________________
યોગદષ્ટિ સમુચ્ચય પણ મુક્તિ મળતી તે નથી. જે આમ છે તે પ્રતિભજ્ઞાન સંયુક્ત આ સામર્થ્યયોગ ચક્કસ સર્વજ્ઞાણાને પ્રાપ્ત કરી આપે છે. આ યોગ પ્રાપ્ત થતા આત્મસ્વરૂપ પ્રગટ થતા જરાપણ વાર લાગતી નથી. આ પ્રતિભજ્ઞાનને માર્ગાનુસારિ–કેવલજ્ઞાનને અનુસરનાર પ્રકૃષ્ટ ઉહા-જ્ઞાન-માનસિકતાદશ જ્ઞાન કહે છે. સામર્થ્ય છે પ્રધાન જેમાં, એ યોગ ને સામર્થ્યયોગ, અર્થાત્ પકક્ષેમત ઉત્તમ ધર્મ વ્યાપાર. કે જે યોગીઓથી પણ અવાચ છે, અકથનીય છે, જેનું સ્વરૂપ શબ્દ દ્વારા પણ વર્ણન કરી શકાય નહિ, પણ સ્વાનુભવગમ્ય છે. આ સામર્થ્યોગ ધર્મવ્યાપાર વિલંબ વગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અહીંઆ વાદી શંકા કરે છે કે–પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન છે. અને એમ નહિ માને તે શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહેલ છે તેના છ જ્ઞાન થશે, તેમ જ પ્રતિભજ્ઞાનને કેવળજ્ઞાન પણ કહી શકાય નહિ, કારણ કે કેવલજ્ઞાન તે સામર્થ્ય યોગનું કાર્ય છે. આ યોગમાં પ્રવૃત્તિ કરવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે પ્રતિભજ્ઞાનને શ્રતજ્ઞાનની અંદર પ્રવેશ કરાવે, જે શ્રુતજ્ઞાનની અંદર પ્રાતિભજ્ઞાનને સમાવેશ થાય તે પછી મેક્ષપ્રાપ્તિને જે જે કારણે છે તે શ્રતજ્ઞાન રૂપ શાસ્ત્રથી જ જણાય છે એમ ચોક્કસ થયું. આને ઉત્તર એ છે કે પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન નથી. તેમ જ કેવલજ્ઞાન પણ નથી. તેમ જ પાંચ જ્ઞાનથી જુદું જ્ઞાન પણ નથી, જેમ અરૂણોદય. આ અરુણોદય છે તેને રાત્રિ ન કહી શકાય, તેમ દિવસ પણ ન કહી શકાય, તેમ જ રાત્રિ દિવસથી અતિરિક્ત વસ્તુ છે તેમ પણ ન કહી શકાય. પરંતુ સૂર્યોદય પહેલાંની એક અવસ્થા અરુણોદય છે એમ કહી શકાય, તે