________________
યોગદષ્ટિ સમુચ્ચય ચૈતન્યનું જ્ઞાન થાય છે. સમ્યગદર્શન એટલે શુદ્ધ આત્મસ્વરૂપને બંધ થ, અનુભવ થે. શાસ્ત્રમાં કહેલ છે કે, આપણામાં સમ્યગદર્શન છે કે નહિ તે જાણવા માટે સમ્યકત્વના પાંચ લક્ષણે બતાવ્યા છે. આ લક્ષણે આપણામાં હોય તે જાણવું કે આપણામાં સમ્યક્ત્વ છે. અને એ લક્ષણો ન હોય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતા. આ પાંચ લક્ષણથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આપણામાં સમ્યકત્વ છે કે નહિ તેની ખાતરી થાય છે. તત્વાર્થશ્રદ્ધાને સભ્યત્વ કહે છે. આ સમ્યક્ત્વના પાંચ લક્ષણને અનુક્રમ પ્રાધાન્યતાને અનુસરે છે, અને એક પછી એકને લાભ થાય છે.
પ્રશમ-કષાયેને ઉપશમ થાય તે જ મેક્ષની અભિલાષા રૂપ સંવેગ પ્રાપ્ત થાય છે, અને સંવેગ હોય તે જ સંસાર ઉપર ઉદાસીનવૃત્તિ રૂપ નિર્વેદ પ્રગટ થાય ત્યારે વૈરાગ્યભાવ પ્રગટે છે, અને નિર્વેદ હોય તે જ દુઃખી જીવે ઉપર દયા ચિંતવવા રૂપ અનુકંપા પ્રગટ થાય છે અને અનુકંપા હોય તે જ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા થવા રૂપ આસ્તિકતા પ્રાપ્ત થાય છે. પૂર્વાનુ પૂવથી પશ્ચાનુપૂવી સુંદર છે. આસ્તિકતા હોય તે અનુકંપાદિ બીજા ગુણે હોય છે એમ શાસ્ત્રના જાણકારો કહે છે.
સમ્યગુદર્શન પાપ્ત થયા પછી કમની જે સ્થિતિ બાકી રહે છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિને ક્ષય થવાથી બીજા અપૂર્વકરણમાં પ્રથમ તાત્વિક ધર્મસંન્યાસનામને સામર્થ્યવેગ પ્રાપ્ત થાય છે, અપ્રમત્ત સંયતિ જ્યારે