________________
૧૬
અકૃતાર્થ (નિરર્થક) આયુ નાશ થતું નથી, તેમ. જ્ઞાન વિગેરે અનંત હોવાથી ઓછાં થતાં નથી, જગતને ઉપકાર કરનારા એવા તીર્થકરને અનંત વીર્ય હોવાથી તૃષ્ણા રહિત થયા પછી ખાવાની શી જરૂર છે? વિગેરે કહેવું નકામું છે, અર્થાત કેવળી ખાય છે, છમસ્થ અવસ્થામાં અનંતવિર્યવાળા છે છતાં શા માટે ખાય છે ? તેને ઉત્તર જે વાદી એ આપે કે છદ્મસ્થ અવસ્થામાં બધું વીર્યંતરાય કર્મ ક્ષય ન થવાથી ત્યાં ખાવાનું છે, તે તે વાદીનું કહેવું અયુક્ત છે, કારણ કે ત્યાં આયુનું ઘટવું થાય છે કે ચાર જ્ઞાનની હાનિ થાય છે કે તીર્થકર ખાય છે? તેવું કશું નથી, છતાં એટલા માટે ખાય છે કે દીર્ઘકાલનું આયુ છે, માટેજ શરીર રક્ષણ માટે ખાવું પડે છે, તેમ કેવળી થયા પછી પણ ખાવું પડે છે, જેમ સિદ્ધિ ગતિવાળા અાગી અકિયવાળા ધ્યાનીને છેલ્લે ક્ષણ કારણ છે તેમ સમ્યકત્વ વિગેરે પણ કારણ છે, અનંતવીર્યપણે તેને આહાર ગ્રહણ છતાં વિરોધ નથી આવતે; કારણ કે તીર્થકર દેવદા વિગેરેમાં વિશ્રામ માટે બેસે છે, તથા જવું આવવું પણ કરે છે, તેમ વિરોધ ન હોવાથી આહાર કિયા પણ ચાલે છે, વળી ઘણુ બળવાન વીર્યવાળાને અલ્પ ભૂખ હોય તેમ પણ નથી, માટે વાદીની શંકાઓ વ્યર્થ છે, વળી એકાદશ પરીષહ વેદનીય કર્મના કેવળીને ઉદયમાં હોય છે બાકીના ૧૧ જ્ઞાનાવરણીય વિગેરેના થયેલા તે ઘાતિક ક્ષય થવાથી દૂર થયા છે, માટે બાકીના