________________
૧૫ર
મિત્રએ સહાય કરવાથી અમેરિકામાં એક માણસ શ્રીમંત થર્યો હતો) જેમ આ અધિક પુણ્ય ફળ ભોગવનારા દેવતા અનુમાનથી સિદ્ધ થાય છે, તેમ અધિક પાપ ભેગવનારા નારકી પણ વિચારી લેવા, તેથી સંસાર ચાર પ્રકારને સિદ્ધ થાય છે, પર્યાય (ફેરફાર) નયને અનુસરી જે અનેકવિધ પણું કહે છે, તે ઠીક નથી, કારણ કે સાતે પૃથ્વીઓને આશ્રયી નારકીઓ સમાન જાતિને આશ્રય લેતાં એક પ્રકારના નાજ છે, તેમજ તિર્યંચમાં પૃથ્વીઓને આશ્રયી કાય વિગેરે સ્થાવર તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિય વાળા દર લાખ યોનિ પ્રમાણ સર્વે એક પ્રકારના છે, તેમ કર્મ ભૂમિ અકર્મ ભૂમિ તથા અંતર દ્વીપના તથા સંમૂછિમ ભેદને છોડીને બધા મનુષ્ય એક પ્રકારના જ છે, णथि देवो व देवी वा णेवंसन्नं निवेसए अस्थि देवोव देवी वा एवंसन्नं निवेसए।।सु २४॥
તેમ દેવો પણ ભવનપતિ વ્યંતર જ્યોતિષી વૈમાનિક ભેદવડે ગણતાં પણ એક પ્રકારમાં ગણી લીધા છે, આ પ્રમાણે સામાન્ય વિશેષને આશ્રય લેવાથી સંસારના ચાર ભેદ છે પણ એક ભેદ નથી, કારણ કે સંસારમાં વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે, તેમ અનેકવિધપણું નથી કારણ કે નારકી વિગેરેમાં પિતાની જાતિ ઉલ્લંઘન ન કરવાથી ચારેમાં અકેક જાતિ લીધી છે, સૂત્ર ગાથા ૨૪માં વિશેષ એ છે કે