________________
૨૦૩
આપતા નથી, ફક્ત આશુ પ્રજ્ઞ-સર્વજ્ઞ હેવાથી સમભાવે ચક્રવતી કે ભીખારી વિગેરે ઉપર પણ પૂછે કે ન પૂછે, તોપણ ધર્મોપદેશ આપે, હાપુovસવ , તહાં તુઝરત વાસ્થ૬, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ આપે, એથી તેમને રાગદ્વેષને સંભાવનથી વળી તે અનાર્ય દેશમાં કેમ જતા નથી, તેનું કારણ આ છે કે અનાર્ય લેક ક્ષેત્રભાષા કૃતિ વિગેરેથી હિંસા વિગેરેથી લેપાયેલા હોવાથી દર્શનથી પરિભ્રષ્ટ છે, ત્યાં જવાથી તેમને અહિંસા તે દૂર રહે, પણ અહિંસાદિ વાર્તા ઉપર શ્રદ્ધા થવી પણ દુર્લભ છે, માટે ત્યાં પ્રભુ જતા નથી, અથવા હિત અહિતની દષ્ટિવાળા દીર્ઘદશી ન થાય, જેમકે શક યવન વિગેરે વર્તમાનકાળના આ લેકના સુખના અભિલાષી હોવાથી તેને સ્વીકારી જીવહિંસા વિગેરેમાં પ્રવર્તે છે, પરલોકના હિતની વાત ન
સ્વીકારે, માટે સારા ધર્મથી વિમુખ અનાર્ય લેકમાં પ્રભુ જતા નથી, પણ તેમના ઉપર દ્વેષ વિગેરેની બુદ્ધિથી જતા નથી, વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદે ગુડિકાસિદ્ધ વિદ્યાસિદ્ધાદિ તીર્થિકના ડરથી તે સમાજમાં જતા નથી, એ બધું બાળકના બરબડવા જેવું છે, કારણકે સર્વજ્ઞ પ્રભુના સામે બધા વાદીઓ ભેગા થઈને જાય તે દેખવાનો તાપ ન ઝીલી શકે, તે વાદ કરવાનું શું કહેવું? અને પરાભવ કેવી રીતે થાય? પણ ભગવાન તે જ્યાં સ્વપરને ઉપકાર દેખે ત્યાં જઈને ધર્મોપદેશ કરે છે, હવે બીજી રીતે શાળો