________________
કર્યા હતા અને અમલનેર પાસે એક ગામમાં હિન્દુ મુસલમાન વિગેરે સર્વેએ તે ગામની હદમાં કેઈપણ વખતે હિંસા ન કરવી ન ગામની હદમાં દારૂ કે માંસ લાવવું આ રિવાજ કર્યો. આ જ્યારે મેં નજરે જોયું ત્યારે મને હેમચંદ્રાચાર્ય અને કુમારપાળનું દ્રષ્ટાંત યાદ આવ્યું –
વળી ચોથમલજી નામના વિદ્વાન કપ્રિય સ્થા. સાધુ વક્તાએ તે ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવાને બદલે મટા મેદાનવાળા ચેકમાં ઉપદેશ આપી બધી વર્ણને લાભ આપવાનું ચાલુ કર્યું છે.
જૈન સાધુઓને આચાર કઠણ છે. વિચાર સમભાવના જગતના ભલા માટે હોવા છતાં જગતમાં બે અબજની મનુષ્યોની વસ્તી છતાં જેનો ૧૧ લાખની ગણત્રીના ગણાય તેનું શું કારણ છે કે જેને એ વિચારવાનું છે – - આ દેશમાં જેટલા પૈસે બીજા કાર્યમાં વપરાય છે તેને ચોથો ભાગ પણ જૈન આશ્રમ, ક્રિશ્ચન મિશને માફક સ્થાપવામાં આવે અને નિરાધાર, અપંગ, અનાથ, જે બુરે હાલે રિબાય છે તેમને ઉંચ કેટિનું જ્ઞાન આપવામાં આવે તે જરૂર જોનની વસ્તી વધે. અમે આ પ્રસંગે તમામ હિંદુઓને કે બીજા બંધુઓને ભલામણ કરીશું કે તેઓ વ્યર્થ આડંબરના ખોટા ખર્ચા શેધી કાઢીને દૂર કરે, અને બાળક, બાળીકાઓને કેળવવા ઉપર લક્ષ આપે, અને દરેક