Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 358
________________ ઓળંગી કંસને ખબર ન પડે તે, પહેલાં નંદ નામના ગેવાબને ત્યાં પહોંચાડે હતા, ત્યાં વાળીઆની સોબતમાં બાળક્રીડામાં દિવસ ગુજાર્યા, પરંતુ જ્યારે કંસની ઘણી ઉન્મત્તતા જોઈ, અને ઉગ્રસેનને બહુ દુઃખ આપતો જોઈ, તેના ઉદ્ધાર માટે કંસને મારી ઉગ્રસેનને પાછી ગાદી અપાવી: કંસના મરણથી વિધવા થએલી જીવયશા રાજગ્રહી નગરીમાં જરાસંધ પિતા પાસે ગઈ, અને પિતાએ તેને દિલાસો આપી તેનું વેર લેવા કચ્છ ઉપર મેટી સેના પિતાના પુત્ર કાળ કુમાર સાથે મેકલી. સૌરીપુરમાં ખબર પડી કે મટી સેના આવે છે ત્યારે મંત્રીઓની સલાહથી લડાઈમાં વિજય મળવાને વિલંબ દેખી ત્યાંથી વિદેશ નીકળી ગયા, અને તેમની સાથે ઉગ્રસેન વિગેરે મિત્ર રાજાઓ પણ નીકન્યા, પછવાડે આવેલા કાળકુમારને અધિષ્ઠાયક દેવીએ ઠગ્યા, અને અગ્નિ સળગાવી બતાવ્યું કે આ અગ્નિમાં તેઓ બળી મુવા છે, કાળ કુમાર પણ ક્રોધથી તેમને કાઢવા તેમાં પડે અને બળી મુ. - ગિરનારની ઉત્તરમાં તેઓ પહોંચ્યા, સત્યભામાએ જોશીના કહેવા પ્રમાણે જ્યાં પુત્ર યુગલને જન્મ આપે ત્યાં તેઓએ દ્વારિકા નગરી દેવતાની સહાયથી વસાવી ત્યાં સુખેથી રાજ્ય કરે છે. એક કાંબળ વેચનારના કહેવાથી જરાસંધે તે જાણ્ય,

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361