________________
હિન્દુ ધર્મમાં જૈન, વૈષ્ણવ, શીખ, શિવ સ્વામીનારાયણ કે તેના બધા પેટા વિભાગે સમાવેશ થાય છે. અને તે બધાયે આર્યક્ષેત્રમાં જન્મવાથી આર્યજ છે, એટલે આર્યસમાજી જુદા નથી. એટલુજ નહિ પણ જેઓ હિંસાથી દુર રહે અને બધાને સમાનભાવે ગણી બધુ તરિકે મદદ કરે તે બધાજ હિન્દુ છે, પછી તે પિતે મુસલમાન હોય, પારસી હાય, કે અંગ્રેજ કાં ન હોય ! સારા ગુણે ધરાવવા એજ ધર્મ ઉન્નતિનું મેટામાં મોટું કારણ છે. કબીરજી મુસલમાન છતાં હિન્દુથી પૂજાયા અને હિન્દુ મુસલમાને બાળવા દાટવાને ઝઘડે કરતાં કપડાની ખેંચાખેંચ કરતાં ફૂલને ઢગલો દેખાય એજ સમાન ભાવનાની, જગત વાત્સલ્યતાની મેટામાં મોટી ફતેહ છે. અને જૈન ધર્મમાં ખરતર ગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ દાદા જિનચંદ્રસૂરિજી અકબર પાદશાહને પ્રતિબંધ કરનારા અષાડ માસની અઠાઈને અભયદાનને પટે પાદશાહ પાસે મેળવનારા દિલ્હીમાં કુતુબમિનાર પાસે મુસલમાનના કબરસ્તાનમાં એક પૂજનિક સ્થળમાં પૂજાય છે. ગોસ્વામી તળશદાસજી જગમાં એકજ વાક્યથી ઉંચ કોટિની સાધુતા બતાવી રહ્યા છે.
“કે ચલે હાથી ઘોડા પાલખી બનાય કે
સાધુ ચલે પાંઉ પાંઉ કીડીકું બચાય કે” જે હિન્દુસ્તાનના બધા બાવા, સન્યાસી, જેગી, જતિ,