________________
જૈન વિદ્યાર્થી જ્ઞાન મહોત્સવ
આપ સર્વે જૈન, વૈષ્ણવ, કે અન્ય ભારત નિવાસી બંધુ અને ભગિનીઓને સારી રીતે જાણીતું છે કે, આ તિથિ મહા પુણ્ય તિથિ છે. જેને ના સુપાર્શ્વનાથ પ્રભુ, સાતમા તીર્થંકર સ્વર્ગમાંથી ચવીને આપણું કાશી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વીદેવીના મુખમાં જગતના ઉદ્ધાર માટે આવ્યા હતા, અને આજ પવિત્ર દિવસે ભારત વર્ષના ઉદ્ધાર માટે કૃષ્ણ પરમાત્માએ મથુરામાં દેવકી માતાની કક્ષમાંથી પવિત્ર પુરૂષોત્તમ તરીકે જન્મ લીધો હતો અને આજ દિવસે પાલણપુરના સુપ્રસિદ્ધ રિખવચંદ મહેતાને સ્વર્ગવાસ થયેલ હતું. જેને આજે ૪૦ વર્ષ પુરાં થાય છે. તે વખતે તેમણે અંતિમ સમયે લેકેના ભલા માટે કરેલી ભલામણ પ્રમાણે ૪૦ વર્ષમાં શું શું થયું છે અને ભવિધ્યમાં શું કરવાનું બાકી રહેલું છે તેને વિચાર કરવાને આ સમય છે –
તેમને પ્રથમ હેત જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણી આપવાને માટે બનતી સહાયતા કરવી. એ પ્રમાણે એમના દુહિત્ર ઝવેરી વીરચંદ દલછાચંદ વકીલે બનતે પ્રયાસ કરી પોતાની ફરજ બજાવી છે. અને