________________
ર૯
सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किंचिवि जाव यासंदीपेढियाओ पच्चोरुहिता एते तहा कालगया, किं वत्तव्वं सिया सम्मं काल गयत्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चंति जाव अयंपि भेदे से णो णेयाउए भवइ ॥
ભગવાન ગૌતમસ્વામી તેવા સાધુઓને ફરી પૂછે છે કે કેટલાક શ્રાવકે એવા છે કે તેઓ ધર્મ સાંભળીને પ્રથમથી આવું કહે છે કે અમે ચારિત્ર લેવા કે ઘર છોડી અણગાર થવા શક્તિવાન નથી, તેમ અમે આઠમ ચૌદસ પુનમ વિગેરે દિવસમાં પિસહ લેવા કે વ્રત પાળવા સમર્થ નથી, પણ છેવટના વખતે મરવાના સમય સુધી અન્નપાણી ત્યાગી તપ કરી કાયાને મેહ મૂકી મેત કે જીવિત વાંછવા વિના વિચરણું (પાળશું ) તે સમયે સાધુ માફક સર્વથા જીવહિંસા જૂઠ ચેરી મૈથુન પરિગ્રહ ત્યાગી ત્રણ ત્રણ ભેદે પચ્ચકખાણ કરશું, અને ઘેર કહેતા જશે કે હવે અમારે તમારે સબંધ છુટયો છે, માટે કંઈ પણ આરંભ અમારે માટે ન કરશે, એમ કહી ઘર પલંગ શય્યા વિગેરે ત્યાગી તપ આરાધી કાળધર્મ પામ્યા, બોલો, હવે તે સમ્યક્ કાળધર્મ