________________
૩૧૦
અર્થને ઇચ્છે છે, નૈગમનું સ્વરૂપ કહે છે, સામાન્ય વિશેષ રૂપ જે વસ્તુ છે, તે એક પ્રકારે અવગમ ( બેષ ) માને, માટે નિગમ, તે નિગમથી થવાથી નેગમ, અથવા જ્યાં એક ગમ નથી, તે નૈગમ છે, મહાસામાન્યના વચમાં જેટલા જેટલા સામાન્ય વિશેષ છે, તેના આ પરિચ્છેદક છે, તેમાં મહાસામાન્ય સર્વે પદાર્થોમાં જનારી સત્તા છે, અપાંત રાલ સામાન્ય દ્રવ્યત્વ જીવત્વ અજીવત્વ વિગેરે છે, વિશેષા પરમાણુ વિગેરે છે, અથવા તેમાં શુકલ ( ધોળું) વિગેરે ગુણા છે, આ ત્રણેને નેગમનય માને છે, તેનિલયન પ્રસ્થક વિગેરે દ્રષ્ટાન્તાથી અનુયાગઢારસૂત્રમાં પ્રસિદ્ધ છે, તેના વડે તેનું સ્વરૂપ સમજવુ, આ નેગમ નય માનનારા સામાન્ય વિશેષરૂપે વસ્તુને માને છે, તાપણ તે સભ્યષ્ટિ નથી, કારણ કે તે સામાન્ય વિશેષને જુદા માને છે, તે મતને માનનારા તૈયાયિક વૈશેષિકની પેઠે માનનારા છે.
સંગ્રહ નય પણ તેવા રૂપે છે, સમ્યક્ પદાર્થોના સામાન્ય આકાર પણ ગ્રહણ કરે, તે, જેમકે અપ્રદ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ સત્તારૂપજ વસ્તુને તે માને છે, સત્તાથી વ્યતિરિક્તનું વસ્તુપણું ગધેડાના સીંગડા જેવું તે નકામું માને છે, તે સંગ્રહ નયવાળા સામાન્ય વિશેષરૂપ વસ્તુને ફક્ત સામાન્ય અ ંશનાજ આશ્રય લેવાથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેમ તેને માનનાર સાંખ્યમતવાળા જેવા છે, વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમ લેાક માને તે