________________
૩૪
તેમાં પણ જ્ઞાનનયવાળે આ લેપરલેકના હિતમાં ફલ સાધકાનને જ માને છે, પણ કિયાને ઉડાવે છે, અને કિયાનયવાળ ક્રિયાને પ્રધાન માને છે, અને જ્ઞાનને ઉડાવે છે, પરમાર્થ એ છે કે બંને જ્ઞાનક્રિયા મળેતે આંધળા પાંગળાના દષ્ટાંત વડે ઈચ્છિત ફળ (મેલ) ની સિદ્ધિ માટે સમર્થ છે, આ બંને માનનારે સાધુ અભિપ્રેત ફળને સાધે છે,
सव्वेसिपि णयाणं, बहुविह वत्तव्वयं णिसामेत्ता; तं सव्व णयविसुध्धं जं चरणगुणढिओ साहू ॥१॥
બધા નયનું ઘણી જાતનું કહેવું સાંભળી વિચારીને બધા નમાં વિશુદ્ધ તત્વ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર સ્વીકારે, અને પાળે, નાલંદા નામે અધ્યયન સમાપ્ત કર્યું, તેમ બીજા સૂયગડાંગ સૂત્રની ટીકા પણ સમાપ્ત કરી, આટીકા બહરિ ગણિની સહાયથી શીલાચાયૅ કરી છે, __यदवाप्तमत्र पुण्यं टीकाकरणे मया समाधि-भूता तेनापेततमस्को भव्यः, कल्याणभाग् भवतु ॥१॥ ग्रं. १२८५०
આ ટીકા (વિવેચન) કરવામાં સમાધિ રાખેલા એ મેં જે પુણ્ય બાંધ્યું તેનાવડે અંધકાર (અજ્ઞાન) દૂર થયેલો (જ્ઞાન ભણેલ) કલ્યાણ (મેક્ષ) મેળવનારો થાઓ,
સૂયગડાંગ સૂત્ર સમાપ્ત,