________________
૨૦૨
મનમાં સંશય કરે, તેને પ્રભુ ઉત્તર બેલ્યા વિના દ્રવ્ય મનથી આપે છે, દ્રવ્ય મનના પુદગળો મનમાં વિકુર્વે તે અવધિજ્ઞાની દેવે સમજી લે, વળી તમે કહ્યું કે જે તે વિતરાગ છે તે ધર્મકથા શા માટે કરે? ઉ૦ તેમને તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તે ઉદય આવવાથી પિતાની ઈચ્છાથી તે કર્મ ખપાવા માટે જોઈએ તેવી રીતે કેઈ અશે ઉપદેશ આપે છે, તેથી તે પ્રભુ અગ્લાન (કંટાળ્યા વિના) આ સંસારમાં આ ક્ષેત્રમાં ઉપકારક સ્થળે સર્વ પાપોથી દૂર રહેવા ગ્ય આર્યોને તે જીવના ઉપકાર માટે ઉપદેશ આપે છે, (સૂર્ય દહાડે અમુક ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, પણ તેને રાગદ્વેષ નથી, પછી રાતના કે ઘુવડને લાભ ન થાય તે તેમના ભાગ્યને દેષ છે) गंता च तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासु पन्ने; अणारिया दंसणओ परित्ता,
इति संकमाणो ण उवति तत्थ ॥सु. १८॥
તે ભગવાન મહાવીર પરહિતમાં એકરત છતાં પણ સાંભળનાર વિનયી હોય તે ત્યાં જઈને અથવા ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અરિહંત ભગવંત ધર્મદેશના કરે છે, ઉપકાર હોય તે જઈને પણ ઉપદેશ આપે છે, ઉપકાર ન હોય તે બેઠા હોય ત્યાં પણ ઉપદેશ