________________
થાય છે, ત્યારે ત્રસ કર્મના સમૂહથી ત્રસ તરીકે બેલાય છે, પણ તે વખતે તેને કોઈ પણ અંશે સ્થાવર કહેતા નથી, પણ જ્યારે તેનું આયુ સંપૂર્ણ ક્ષય થાય છે, (ર્ણ વાકયની શોભા માટે છે) જ્યારે ત્રસકાય સંબંધી સ્થિતિનું કર્મ પૂરું થાય છે, તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમથી થોડું વધારે છે, ત્યારે તેનું બધું કર્મ ભેગવાઈ જાય પછી ત્રસકાયની સ્થિતિને અભાવ થવાથી તે આયુને છોડે છે, અને તેની સાથે રહેનારાં બીજાં કર્મો પણ છોડીને સ્થાવર કાયમાં તે રૂપે દેખાય છે, આ સ્થાવર જીવે સ્થાવર કર્મના સંભારથી ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થાવર નામ વિગેરે કર્મ પ્રકૃતિઓ ઉદય આવે છે, બીજી પણ કર્મ પ્રકૃતિએ તેની સાથે રહેનારી બધી છોડીને ત્રસપણું બદલીને સ્થાવરપણે ઉદય આવે છે. આવી વ્યવસ્થા હોવાથી સ્થાવર કાય મારતાં જેણે ફક્ત ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને વ્રત ભંગ કેવી રીતે થાય? વળી તે સ્થાવર આયુ પુરૂં થતાં તેની સ્થિતિ પણ પૂરી થાય છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે જેમાં અસંખ્યય પુદગળ પરાવર્તી છે, તે કાયસ્થિતિના અભાવથી તે સ્થાવર આયુ છોડીને ફરીથી પારલૌકિક પણે સ્થાવર કાયસ્થિતિના અભાવથી ત્રસ પણે પ્રખ્યાત થાય છે, હવે તે ત્રસ થયેલાના એક અર્થવાળા નામે કહે છે, તે પ્રાણીઓ પણ કહેવાય છે,