________________
પ્રાર્થના કરી, તે પણ રાજા તેને તિરસ્કાર કરતે જે, તેથી ઘણે ગભરાઈને મોટા નગરવાસીજને સાથે લઈને રાજાને કહ્યું કે હે દેવ! આ અકાળે અમારા કુળને ક્ષય થાય છે, તે બચાવવા આપ જ સમર્થ છે, તેથી વશ રાખવા એક પુત્ર પણ બચાવવા પ્રસાદ કરે, આવું કહીને તે બધા મેટા માણસ સાથે રાજાના પગમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા, રાજાને પણ દયા આવવાથી તેને એક મોટો પુત્ર બચા, આ દાન્તને પરમાર્થ એ છે કે સાધુએ કઈ શ્રાવક કે અન્ય સમ્યકત્વ પામ્યા પછી તેને સંપૂર્ણ વિરતિ લેવાનું કહેવું, પણ તેની અશક્તિ હોય અને તે ન લે, તે જેમ આ વાણીયાએ રાજાને પ્રાર્થના કરતાં છ પુત્ર ન મુકાયા, ન પાંચ ચાર ત્રણ કે બે મુકાયા, તે છેવટે એક પણ છોડાવીને કૃતાર્થ માનતા ઉ, એમ સાધુને પણ શ્રાવક યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેવું પચ્ચકખાણ આપતાં અવિરૂદ્ધ ( ગ્યો છે, તેમ તે શેઠને બાકીના પુત્ર મરાવવાની જરા પણ અનુમતિ નથી લાગતી, એમ શ્રાવકને યથાશક્તિ વ્રત આપતાં સાધુને બીજી કોને મરાવવાની અનુમતિને કર્મબંધ લાગતું નથી, પ્ર-શામાટે ? ઉ–ત્રાસ પામે તેવસ બે ઇંદ્રિય વિગેરે છે, તે ધ્યાનમાં રાખીને તે છોડીને દંડદેવા, અથોત ત્રસ જીવો બચાવવાની વિરતિ ગ્રહણ કરવી, ગૃહસ્થને તે દેશવિરતિ પણ કુશળ હેતુ હેવાથી લાભદાયી જ છે, - હવે ત્રસ જીવ થાવરપણું પામતાં બહાર રહેલા નાગ