________________
૨૮૧
રેમાં પ્રસિદ્ધ સંસ્કૃત અસ્માકમ શબ્દ છે માટે તે વાપરેલ છે ) અમારા સંબંધી તમે જે કહ્યું તે અશોભનીક (નકામું) છે, પ્ર–શા માટે ? ઉ–તમારા કહેવા વડે એ અશોભન છે, તેને સાર આ છે, અમારા કહેવાથી જ આ પ્રેરણા ઉઠતી જ નથી, કારણ કે કોઈ પણ દિવસ એવું બન્યું નથી, બનતું નથી, બનશે નહિ, કે સર્વે સ્થાવર કેઈ પણ સ્થાવરપણે રહ્યા વિના ત્રસ જી થઈ જશે, કારણ કે સ્થાવરોની સંખ્યા અનંતી હેવાથી અને ત્રસ જીવોની અસંખ્યય હોવાથી એકએકનું આધારપણું થતું નથી, એ અભિપ્રાય છે, તેમ ત્રસ જીવે પણ બધા સ્થાવરપણું ન પામ્યા, ન પામે છે, ન પામશે, તેને સાર આ છે, કે વિવક્ષિત કાળવતી કેટલાક ત્રસ જીવે કાલ પર્યાય વડે સ્થાવર કાયપણે જશે, તો પણ બીજા નવા ત્રસ જીવોની ઉત્પત્તિ થવાથી ત્રસ જાતિને ઉછેદ ન થવાથી ત્રસ કાયથી રહિત કદી પણ સંસાર થવાનું નથી, માટે તમારું કહેવું અમને લાગુ પડતું જ નથી, અને તમારે પક્ષ તમારા કહેવા પ્રમાણે સ્વીકારી લીધાથી જ તમારું ખંડન થાય છે, તેથી તેમનો પક્ષ લઈને તેનું ખંડન કરે છે, આ પર્યાય આ પ્રમાણે છે કે તમારા અભિપ્રાય પ્રમાણે બધા સ્થાવરે રસપણે પામે છે, જે પર્યાયમાં શ્રમણોપાસક (શ્રાવક) ત્રસ જીવની નિવૃત્તિ કરેલી હોવાથી ત્રસમણું બધાનું થઈ જવાથી તે બધા પ્રાણીઓ ત્રસપણે થતાં તે જીવે સંબંધી દંડ ત્યાગે છે, ( તેને સાધુપણું થશે) તેને