________________
આ પ્રમાણે આદ્રકુમારના તપના પ્રભાવથી જ કડેલા બંધનથી છુટેલા મેટા હાથીનું વૃત્તાંત સાંભળીને પ્રજા સહિત શ્રેણિક રાજા સામે આવીને તપના પ્રભાવવાળા મહર્ષિ આક કુમારને વારંવાર વાંદીને કહેવા લાગ્યો, કે હે ભગવન! આ મોટું આશ્ચર્ય છે કે આવી મોટી સાંકળથી મજબુત ધંધાયેલે હાથી તમારા તપના પ્રભાવથી બંધન મુક્ત થયે, તે ઘણું મુશ્કેલ કામ છે, આદ્રક બોલ્યા, હે શ્રેણિક મહારાજ આ હાથીને સાંકળના બંધનથી મુકાવ મુશ્કેલ નથી, પણ સ્નેહના પાશથી મુકાવું તે ઘણું દુષ્કર છે, એ પૂર્વે નિયંતિ ૨૦૦ ગાથામાં કહ્યું છે, તે આ પ્રમાણે,
म दुकरं वा गरपास मोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं । जहा उ चत्तावलिएण तंतुणा, सुदुक्करमे पडिहाइ मोयणं ॥१॥
માણસને વનમાં બાંધેલા મસ્ત હાથીને છોડાવ મુશ્કેલ નથી, પણ જે કાચા સુતરના સ્નેહ પાસના તંતુઓથી બંધાયેલ છે, તેને મુકાવે વધારે મને કઠણ લાગે છે, આ પ્રમાણે આકકુમાર રાજાને પ્રતિબોધ પમાડને તીર્થકર મહાવીર પ્રભુ પાસે જઈને વાંદીને ભક્તિના ભરથા નિર્ભર થઈને બેઠે, પ્રભુએ તેના બધેલ પ૦૦ સાથીઓને દીક્ષા આપીને તેના શિષ્ય બનાવ્યા.