________________
૨૪૬
દ્વાર રોકીને ઘણે તપ કરીને અનેક ભવમાં પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ઓછું કરે છે, અને પોતે પાળીને બીજાને તે ઉપદેશ કરી શકે, પ્રકટ કરી શકે, આ પ્રમાણ હું કહું છું, ને પૂર્વમાફક જાણવા, અને આગળ પણ કહેશે, આદ્રક સંબંધી અધ્યયન પુરું થયું.
હવે સાતમું નાલંદીય અધ્યયન કહે છે.
છ - અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે, તેને આ સંબંધ છે કે પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગવડે પિતાના જેનર્સિદ્ધાંતની પ્રરૂપણાના દ્વારવડે પ્રાયે સાધુઓને આચાર કહો, આ સાતમા અધ્યયનમાં હવે શ્રાવકને આચાર કહે છે, અથવા ગયા અધ્યયનમાં પરમતનું નિરાકરણ કર્યું, અને સાધુઓના આચારને ઉપદેટા તે ઉદાહરણવડે બતાવ્યું, અહીં શ્રાવક ધર્મને ઉપદેષ્ટા ઉદાહરણદ્વાર વડેજ બતાવે છે, અથવા ગયા અધ્યયનમાં પરતીથિકે સાથે વાદ બતા
, અહીં પિતાના જૈન સાધુઓ સાથે ચર્ચા કરી છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપકમ વિગેરે કહેવા જોઈએ, તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં નાલંદીય નામ છે તે આ પ્રમાણે થયું છે. પ્રતિષેધ (નિષેધ) કરનાર નકાર શબ્દ સાથે અલં શબ્દ મળતાં દા ધાતને અર્થે દાન કરવાને છે, તેથી નાલંદા શબ્દ થયે, તેને સાર આ છે કે પ્રતિષેધને પ્રતિષેધ કરવા વડે ધાતુને અર્થે સ્વભાવવાચક થયે તેથી એ અર્થ લે કે