________________
અલશબ્દના ત્રણ અર્થ છતાં પણ નકારને આધીન અલશબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાને છે, તેમાં નિરૂતના વિધાન (પદના ટુકડા પાડવા) થી આ અર્થ છે, ન અલંદદાતિ-જ્યાં માગ્યું આપવામાં નિષેધ નથી તે નાલંદા, શ્રી લિંગમાં બાહિરિકા શબ્દ છે, માટે સ્ત્રીલિંગમાં નાલંદા જેમ શારદા ગંગા વિગેરે બોલાય છે, તેમ તે નાલંદા શબ્દથી તે બહારના ભાગ જાણીતું છે, તે નાલંદા ભૂમિ હંમેશાં આ પલકમાં સુખ હેતુ હોવાથી સુખકારક છે, તેમ રાજગૃહ નગરની બહાર બારિરિકા ધન સેનાથી સમૃદ્ધ છે, અને સારા સાધુઓને સમાગમ હોવાથી સર્વકામ પ્રદ છે, હવે પ્રત્યય ( જરૂર) અર્થ બતાવવા કહે છે,
नालंदाए समिवे, मणोरहे भासि इंदभूइणा उ॥ अज्झयणं उदगस्स उ, एयं नालंदइज्जं तु ॥ २०४ ॥
નાલંદા ભૂમિના સમીપમાં મને રથ નામે ઉદ્યાનમાં ઇંદ્રભૂતિ ગણધરે ઉદક નામના નિર્ગથે પૂછેલ તેને ઉત્તર જે આપ્યો, તે આ અધ્યયન છે, નાલંદામાં કહ્યું, માટે નાલંદીય છે. અને જેમ આ અધ્યયન કહેવાયું તેમ આગળ જતાં પાસાવચ્ચિજ પાર્શ્વનાથના અપત્ય (સાધુ) આશ્રયી પણ સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિની ગાથામાં બતાવશે, હવે સૂત્રના ઉચ્ચારણ માટે રોકાયા વિનો ગુણવાળું સૂત્ર કહેવું તે કહે છે,