________________
૨૯
અધમ અસુર દેવામાં પણ ક્યાંથી ગતિ મળે? વળી બ્રાબ્રણેજ ઉંચા એ જાતિમદ ન કરે, કારણકે કર્મના વશથી આ જીવને વિચિત્ર જાતિમાં જવું પડે છે, અને તે જાતિ પણ કાયમ રહેતી નથી;
વળી કેટલાક કહે છે કે બ્રાહ્મણે એટલા માટે ઉંચા છે કે બ્રહ્માના મુખમાંથી તેઓ જમ્યા છે, બાહુમાંથી ક્ષત્રિયે છાતીમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રો જન્મ્યા છે, પણ આ વચન અપ્રમાણ હોવાથી નિરર્થક છે, છતાં તે સાર્થક માનતા હોયતે એકમાંથી જન્મેલા થડ શાખાડાળા વિગેરેના અગ્રભાગને ફણસ તથા ઉંદુંબર વિગેરેનાં ફળમાફક કંઈ વિશેષતા વણેમાં નહિ થાય કારણકે બધાં ઝાડને ફળ જુદે જુદે સ્થળે લાગવા છતાં કંઇ નીચાં ઉંચા ગણતાં નથી અથવા બ્રહ્માના મુખ વિગેરે ચાર અવયવોમાંજ ચાર વર્ણની પ્રાપ્તિ થશે, એટલે બ્રહ્માના પગે શુદ્ર જેવા થશે, એટલે જેમ શુદ્રને અડતા નથી, તેમ બ્રહ્માના પગને તમારાથી અડાશે નહિ, આ વાત બ્રાહ્મણને ઈષ્ટ નહિ થાય, અથવા જે તે બ્રાહ્મણ વિગેરેની બ્રહ્માના મુખ વિગેરેમાંથી ઉત્તિજ થઈ હોય તે હલ કેમ તેવું થતું દેખાતું નથી ? અને એમ કહે કે જે પ્રથમ થતું તે હાલ ન થાય, તે માના પેટમાં બાપના બીથી જન્મેલા બ્રાહ્મણ વિગેરે નજરે થતા દેખાય તે જાવું માને, અને જે અસંભવ છે, તેની કલ્પના કરવાનું બતાવે છે, તે કેણ માનશે? (અર્થાત્ માના પેટમાં