________________
आगंतगारे आरामगारे, समणे उभीते ण उवेति वासं दक्खाहु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य
તે હારેલે ફરીથી આદ્રકકુમારને કહે છે, કે આપે જે તીર્થકર માન્યા છે, તે રાગદ્વેષ અને ભયથી ભરેલા છે, તે સાંભળે, જયાં આગંતગાર–મુસાફરખાનાં કે ધર્મશાળાએમાં કે ઉદ્યાનમાં જ્યાં બાવાઓ બ્રાહ્મણ વિગેરે ઉતરે છે, ત્યાં તમારા તીર્થંકર શ્રમણ ડરેલા હોવાથી ઉતરતા નથી, કે રખેને તેઓ મારું અપમાન કરે, તેમ ત્યાં રાતવાસે પણ રહીને આસન સ્થાન કે શયન વિગેરે ક્રિયા કરી શક્તા નથી, પ્ર. ત્યાં ભયનું શું કારણ છે? ઉ૦ કે તે બાવા બ્રાહ્મણ વિગેરેમાં કેટલાક દક્ષ પુરૂષે ઘણાં શાસ્ત્રોને વિશારદ છે, તેવા ઘણાના સમાગમમાં આવતા હોવાથી મહાવીર ત્યાં રહેતા નથી, પ્ર. તે પંડિતે કેવા છે? ઉઠ મહાવીર પ્રભુથી કંઈક જાતિએ ન્યૂન છે, અથવા તેવા સામાન્ય માણસથી મહાવીર પોતે હારે તે ઘણું ખાટું દેખાય તેમ તે જાણે છે, પ્ર. વળી તે પંડિતેમાં શું વિશેષતા છે? ઉ૦ લપલપ કરનારા વાચાળ ડેડી પીટાવીને અનેક તર્કવાદ કરી વિચિત્ર રીતે દંડક-બીજાને હરાવનારા છે, તેમાં કેટલાક અલપ-મૌન વ્રત ધારક યોગ સાધેલા ગોઓ છે, અથવા ગુડિકા (ગુટિકા)