________________
૧૫૭
લેકના સૌથી ઉંચે સ્થાને (૨) જાણવું, વળી જૈનાચાર્ય કહે છે કે એવું પણ ન કહી શકાય કે આકાશ માફક સિદ્ધના જીવ સર્વ વ્યાપી છે, કારણકે લેક તથા અલક બને સ્થાનમાં આકાશ છે, અને અલકમાં આકાશ સિવાય બીજા દ્રવ્યને સંભવ નથી, કારણકે ત્યાં આકાશ માત્ર છે, વળી કેક માત્રમાં પણ સિદ્ધ વ્યાપેલી નથી, કારણકે તે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બતાવે છે. સિદ્ધ અવસ્થામાં રહેલા તે સિદ્ધોને સર્વવ્યાપી માને છે કે તે પહેલાં પણ? સિદ્ધ અવસ્થામાં તે તે સર્વવ્યાપી નથી, તેને વ્યાપીપણું પ્રાપ્ત થવામાં કંઈપણ નિમિત્તને અભાવ છે, તેમ પૂર્વ અવસ્થામાં પણ નથી, જે તેમ માનીએ તે પછી બધા સંસારી જીવોને અમુક અમુક સુખદુ:ખને અનુભવ નહિ થાય, વળી જીવને શરીરથી બહાર રહેવા ગ્ય સ્થાન નથી, કારણકે તેની સત્તા બતાવનાર પ્રમાણને અભાવ છે, માટે સિદ્ધનું સર્વ—વ્યાપિન્દુ વિચારતાં યુક્તિથી કોઈપણ રીતે ઘટતું નથી, માટે તે સર્વ વ્યાપિત્વના અભાવમાં લેકાગ્રજ સિદ્ધોનું સ્થાન છે, અને તેની ગતિ કર્મ મુક્ત જીની ઉર્ધ્વ (ઉંચે) ગતિ છે તેજ કહ્યું છે કે, लाउ एरंड फले अग्गी धूमेय उसु धणु विमुक्के गइ पुन पओगेणं एवं सिद्धाणवि गईओ ॥१॥
તુંબડું પાણીમાં ડુબાવ્યું હોય તેય ઉપર તરી આવે છે,