________________
કલ્યાણ (પુણ્ય) કે પાપ નથી, જેમાં ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય, તે પુણ્ય નથી, કારણ કે બૌદ્ધ એવું માને છે, કે બધા પદાર્થો અશુચિ (અપવિત્ર) છે, અને ક્ષણિક હવાથી આત્મા નથી, માટે પુણ્ય નથી, તેમ તેના અભાવમાં પુણવાન પણ નથી, તેમ આત્માના અદ્દતવાદવડે પુરૂષ તેજ બધું છે, માટે પાપ નથી, તેમ પાપવાળે પણ નથી, આ પ્રમાણે પુણ્ય પાપને અભાવ બતાવ્યું, તે કહે છે,
विद्या विनय संपन्ने बाह्मणे गवि हस्तिनिः शुनि चैव श्वपाके च, पंडिताः समदर्शिनः ॥
વિદ્યા વિનયાદિ ગુણથી ભરેલ બ્રાહ્મણ હેય, તેમ ગાય હાથી કે કુતરી કે ચંડાળ હોય તે બધામાં સાધુ સમદશી હોય છે, આવી પુણ્ય પાપના અભાવરૂપ બેટી સંજ્ઞા ન ધારે, વળી બૌધ્ધ બધા પદાર્થોનું અચિત્વ કર્યું તેને અસંભવ છે, જે બધું અશુચિ હોય તે બુદ્ધને પણ અશુચિપણું લાગુ પડશે, તેમ આત્મા વિના પણ નથી, દરેક વસ્તુ પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ વિદ્યમાન છે, ફક્ત પરદ્રવ્યાદિવડે નથી, કારણ કે દરેક વસ્તુ સદ્દ અસદુ રૂપે છે, તે જ કહ્યું છે કે સ્વપરસત્તાના બુદાસઉપાદાનથી ઉપાદ્ય છે, તેજ વસ્તુનું વસ્તુત્વ છે, (પરસત્તા છેડવી, સ્વસત્તામાં રહેવું, એ વસ્તુનું વસ્તુત્વ છે,) તથા આત્માના અદ્વૈત ભાવને અભાવ હોવાથી પાપને અભાવ નથી, અદ્વૈત