________________
વરને અપાય છે, બીજાને અપાતી નથી, અને હું જેનું ધન તમે લીધું છે, તેને પરણેલી છું, ત્યારે બાપે પૂછયું, કે તું કેવી રીતે તેને જાણીશ, કન્યાએ કહ્યું, તે દિવસે વીજળીના ચમકારામાં તેના પગમાં ચિન્હ જોયેલું, તેથી ઓળખીશ, તેથી બાપે કહ્યું કે આજથી જે કઈ ભિક્ષુને દાન આપવું પડે, તે તારે આપવું, બાર વરસે લગાવળી કર્મ ઉદય આવતાં ભવિતવ્યતાથી દિશામૂઢ થઈ સાધુ ત્યાં આવ્યે, પગના ચિન્હથી તે કન્યાએ જાણીને બાપને કહ્યું, पडिमागतस्समीवे, सम्परीवारा अभिक्ख पडिवयणं भोगा सुताण पुच्छग सुतबंध पुण्णे य निग्गमणं ॥१९७॥
અને પોતાના પરિવારને લઈને ત્યાં મુનિ કાઉસગ ધ્યાનમાં છે, ત્યાં તેની પછવાડે ગઈ, આદ્રક કુમારે દેવીનું પૂર્વે કહેલું વચન યાદ કરીને પૂર્વ કર્મના ઉદયથી અને અવશ્ય ભાવી થવાનું જાણીને લગન કરી તેની સાથે ઘર સંસાર માંડે, તેને પુત્ર થયે, ત્યારે આદ્રકુમારે પત્નીને કહ્યું કે હવે તારે પુત્ર થયું છે, તે તારે બીજે આધાર થય માટે હું મારું દીક્ષાનું કાર્ય સાધું, તે ચતુર કન્યાએ સુતર કાઢવા માટે રેંટીયો તથા પણીઓ લઈને બેઠી, ડું સૂતર કાત્યા પછી દીકરો બહારથી રમીને આવ્યા, તેણે પૂછયું, કે આ ગરીબને યોગ્ય કાર્ય કરવા તું કેમ કરે છે? તે બેલી, તારે પિતા દીક્ષા લેવા તૈયાર છે, અને તું હમણું નાનું બાળક કમાવાને