________________
૧૫૯ વાળા શ્રુત અનુસાર આહારાદિકને શુદ્ધ-બુદ્ધિએ લેતાં કઈ વખત અજ્ઞાન (અજાણપણા)થી અનેષણીય (દેષિત) આહાર લેવાને સંભવ છતાં પણ દરેક વખતે ઉપયોગ રાખવાથી સાધુને રત્નત્રયનું સંપૂર્ણ અનુષ્ઠાન છે, હવે વાદીની શંકા બતાવે છે કે આ ભઠ્ય છે, આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે, આ અગમ્ય છે, આ ફાસુ એષણીય છે, આ વિપરીત છે, એવો રાગદ્વેષને સંભવ હોવાથી સામાયિકને અભાવ છે, આવું જે વાદીઓ કહે છે, તેમને જેનાચાર્ય ઉત્તર આપે છે કે આ તમારું બોલવું અગાનતાનું છે, કારણકે સામાયિકવંત સાધુઓને રાગદ્વેષથી ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, પણ મોક્ષનું પ્રધાન અંગ જે નિર્મળ ચારિત્ર છે, તે સાધના માટે છે, વળી ઉપકાર મિત્ર અને અપકારક (શત્ર) ઉપર સમભાવ તે સામાયિક છે, પણ ભક્ષ્ય અભક્ષ્યની સમવૃત્તિ રાખવાથી સામાયિક નથી; (અભક્ષ્ય દારૂ ઉપર સમભાવ રાખીને પીએતો ઉન્મત્ત થતાં બુદ્ધિ ભ્રષ્ટ થતાં સામાયિકને ઉલંઘી હિંસાદી પાપકરીદે, માટે અભક્ષ્ય છોડવામાં સામાયિક છે) આ પ્રમાણે મુક્તિમાર્ગમાં પ્રવર્તન કરતા સાધુને સાધુત્વ છે, તેથી વિરુદ્ધ માર્ગે ચાલતાને અસાધુત્વ છે. તે બતાવીને હવે કલ્યાણવાળા અને પાપવાળા સદ્ભાવ પ્રતિષેધ નિષેધ દ્વારા બતાવે છે, णस्थि कल्याण पावे वा, णेवं सन्नं निवेसए; अस्थि कल्लाण पावेवा, एवं सन्नं निवेसए॥सू.२८॥