________________
संवेग समावन्नो माइ भत्तं चहत्तु दियलोए चइउणं अद्दपुरे अहसुओ अद्दओ जाओ ॥ १२ ॥
આ પરમ સંવેગ પામેલ છતાં ગુરૂ મહારાજ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ન લીધાથી માયા શલ્યથી સહિત ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવલોકમાં દેવ થયો, ત્યાંથી ચવીને આદ્ર પુરમાં આદ્રક રાજાને પુત્ર આદ્રક કુમાર થયો. પેલી સાથ્વી પણ દેવકથી આવીને વસંતપુર નગરમાં શેઠની પુત્રી થઈ पीतीय दोण्ह दूओ, पुच्छण मभयस्स पढवे सोवि; तेणावि समद्दिद्वित्ति होज्ज पडिमा रहँमि गया ॥ १९३॥
આદ્રક કુમાર જ્યારે શ્રેષ્ઠ રૂપવાળ યૌવન અવસ્થાને પાપે, એક વખત આર્દક રાજાએ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને પ્રથમથી ચાલી આવેલી પ્રીતિને વધારવા મેટા ભેંટણી સાથે મુખ્ય પ્રધાનને મેકલ્યો, ત્યાં રાજસભામાં બેઠેલા આ કુમારે તે મંત્રીને પૂછયું, કે આવાં સુંદર ભેટાં મારા પિતા ક્યા ભાગ્યશાળીને મેકલતા હશે? ત્યારે તે મંત્રી બેલ્યો, આપના પિતાના પરમમિત્ર આર્ય દેશમાં શ્રેણિક રાજા છે. તેને આ ભેટાણું મોકલાય છે, આ કુમારે કહ્યું, તેને કેઈ મારે મૈત્રી કરવા યોગ્ય પુત્ર છે? ઉ–હા, તે આ મારી તરફથી ભેટયું લઈ જાઓ, તેને આપજે, અને કહેજો કે આ ઉત્તમ ભેટ એકલીને તમારા