________________
૧૪૧
નશા ચડે છે, આ જીવત્વ ને અજીવત્વ રૂપે મનાવનાર સબંધ વિના થાય છે, તેવું નહિ કહી શકે, માટે તમારૂં કહેવું નકામું છે, વળી સંસારી જીવાને હંમેશાં તેજસ કાર્મણ શરીરા સાથે રહેવાથી એકાંત અમૂર્તત્વ નથી, પણ કોઈ અંશે મૂતત્વ છે, તેમજ ખંધના પ્રતિપક્ષ માક્ષપણ છે, તેના અભાવમાં બંધના પણ અભાવ છે, માટે અશેષ અધનના પગમ ( નાશ ) સ્વભાવવાળા મેાક્ષ છે તે સત્તા ધારે, હવે બધ મેાક્ષનું નકી થવાથી પુણ્ય પાપના અવશ્ય સદ્ભાવ થશે, તે સંબંધી આચાય શિષ્યને એધ આપે છે, णत्थि पुण्णे व पावे वा णेवं सन्नं निवेसए, अस्थि पुण्णे व पावेवा, एवं सन्नं निवेस ॥ १६
શુભ પ્રકૃતિ ( સુખ ) રૂપ પુણ્ય નથી તેથી ઉલટુ દુ:ખ રૂપ પાપ નથી, એવી સંજ્ઞા ન ધારે, વાદી પુણ્ય પાપ ઉડાવવા આવું પ્રમાણ આપે છે, કે કેટલાકને મતે પુણ્ય નથી, ફક્ત પાપજ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે,તેજ સુખ દુ:ખનું નિબંધન છે, બીજાઓને મતે પાપ નથી, તે એવું માને છે કે જ્યારે પુણ્ય ઘટે ત્યારે જીવ પાપ કરે છે, કેટલાકના મતમાં અને નથી, તેઓ એવું માને છે કે આ સંસારમાં જીવાની જે વિચિત્રતા દેખાય છે, તે નિયતિના સ્વભાવથી છે, જૈનાચાર્ય