________________
૧૩૮
થાય છે, એ જીવથી જુદા ધર્મ અધર્મ આકાશ અને પુદગલ વિગેરે વિદ્યમાન છે, બધા પ્રમાણમાં મુખ્ય એવા પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણે અનુભવાય છે, તથા જૈનાચાર્ય ભૂતવાદને પૂછે છે કે તમારા માનેલાં પાંચ ભૂતે નિત્ય છે કે અનિત્ય છે? જે નિત્ય હોય તે અપ્રત અનુત્પન્ન સ્થિર એવા એક સ્વભાવના હોવાથી કાયાકારે પરિણમે નહિ, તેમ પૂર્વે ચૈત્ય થી તેને સદ્ભાવ માને તે નિત્યત્વની હાનિ થશે, હવે જે અનિત્ય માને તે પૂછીએ છીએ કે તે ચૈતન્ય અવિદ્યમાન હોય ત્યારે જ ચિતન્ય ઉત્પન્ન થાય છે, કે વિદ્યમાન હોય છે, ત્યારે, જે અવિદ્યમાન માને તે અતિ પ્રસંગ થશે, અથવા તમારું માનેલું જૂઠું થશે, અને જે વિદ્યમાન માને. તે જીવતત્વ સિદ્ધ થશે, તેમ આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જે પુરૂષ એજ બધું છે, તે ઘટ પટ વિગેરે પદાર્થોમાં જીવતત્વ કેમ દેખાતું નથી ? વળી તે બધાની એક્તા માનતાં અભેદ રહેલા બધા પદાર્થોમાં પક્ષ હેતુ દષ્ટાતના અભાવથી સાધ્ય અને સાધનને અભાવ થશે, માટે એકાંતથી જીવે અજીવને અભાવ નથી, પણ સર્વ પદાર્થોમાં સ્યાદવાદને આશ્રય લેવાથી જીવે છે તે જીવ થશે, અને પુગલની અપેક્ષાએ અજીવ પણ થશે, અને અજીવપણ અજીવ અને જીવ સાથે એકમેક થવાથી જીવ પણ કહેવાશે, એ પ્રમાણે સ્યાદૂવાદને આશ્રય લે જીવ પુદ્ગલની એકમેકતા કેઈ અંશે થવી એ શરીરમાં ચૈતન્ય પ્રત્યક્ષ દેખાતું અનુભવાતું છે,