________________
૧૧૨
આચારકૃત નામનું પાંચમું અધ્યયનહવે પાંચમું અધ્યયન કહે છે, તેને આ સંબંધ છે, ચેથામાં પ્રત્યાખ્યાન ક્રિયા કહી, તે આચારમાં રહેલા સાધુને હોય, માટે આ આચારકૃત અધ્યયન કહીએ છીએ, અથવા અનાચાર છોડવાથી બરાબર અખ્ખલિત પચ્ચકખાણ થાય છે, માટે અનાચાર કૃત અધ્યયન કહે છે, અથવા પચ્ચકખાણ કરનાર હોય તે આચારવાળો થાય છે, માટે પ્રત્યાખ્યાન કિયા પછી આચારકૃત અધ્યયન અથવા તેના પ્રતિપક્ષ ભૂત અનાચારકૃત અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં અર્વાધિકાર (વિષય) આ પ્રમાણે છે, અનાચારને નિષેધ કરીને સાધુઓને આચાર કહે છે, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આચારશ્રુત બે પદવાળું નામ છે, આ બે પદ આચાર તથા શ્રુતને નિક્ષેપો નિયુક્તકાર કહે છે.
णामं ठवणायारे दव्वे भावे य होति नायव्वो एमेव य सुत्तस्स निक्खेवो चउविहो होति ॥१८१
ત્યાં આચાર નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે, એમ કૃતના પણ ચારે પ્રકારે નિક્ષેપ છે, આ આચાર તથા શ્રુત શબ્દના નિક્ષેપ બીજે સ્થળે (આચારગમાં) આચારને તથા શ્રુતને નિક્ષેપ કહો છે. માટે ટુંકા