________________
૧૧૬
તે સમજીને બે ગુણવાળાને છોડીને એકાંત નય દષ્ટિથી આવે અનાચાર ન કરીશ (જૂઠું ન માનીશ) કે આ શાશ્વત છે, સાંખ્યમતવાળા એવું માને છે કે આ લોક નિત્ય-અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. તેમ જૈન દર્શનમાં પણ સામાન્ય અંશરૂપે ધર્મ અધર્મ આકાશ આદિમાં અનાદિ અપર્યવસાનપણું જાણીને આ આવું જ કાયમ શાશ્વત રહેશે, (અને તે પ્રમાણે બધું શાશ્વત છે) તેવી દષ્ટિ-શ્રદ્ધા ને એકાંત પકડીને ન રાખે, અથવા ફેરફારવાળે વિશેષ પક્ષ લઈને આ વર્તમાનકાળના નારકીઓ અહીંથી જતા રહેશે, આવું સૂત્ર સાંભળીને સંસારમાં તે પ્રમાણે બધું અનિત્ય છે, એવા બોદ્ધદર્શનના અભિપ્રાય (મંતવ્ય) પ્રમાણે અશાશ્વત છે, એવી દષ્ટિ પણ એકાંત ન ધારણ કરવી, एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जई, एएहि दोहिं ठाणेहिं, अणायारं तु जाणए।।सु३॥
પ્ર. શા માટે આવી એકાંત નિત્ય કે અનિત્યની બુદ્ધિ ધારણ ન કરવી?
ઉ. બધું નિત્ય છે, અથવા બધું અનિત્ય છે, આવાં બે સ્થાને (મો) વડે આલેક તથા પરક સંબંધીનાં કાર્યની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ વ્યવહાર છે, તે ન હોય, જે અપ્રયુત (ન બગડે) અનુત્પન્ન (પ્રાચીન) સ્થિર એક સ્વભાવ