________________
૧૨૩
પ્રકાશથી દિવસ ન થાય, તે તેના વિરહમાં રાત એ શબ્દ. ન હોય,) હવે ચારિત્રચારને બતાવે છે. जे केइ खुदगापाणा, अदुवासंति महालया; सरिसं तेहि वरंति, असरिसंती सणोवदे॥सु.६॥
જે કઈ ક્ષુદ્ર સો છે, એકેદ્રિય બે ઇંદ્રિય વિગેરે કે નાના પચંદ્રિય છે અથવા મહાલય-મહાકાયવાળા હોય તે બંનેને હણતાં સરખું વૈર બંધાય, કારણ કે જીવ પ્રદેશ દરેકમાં સરખા છે, તેવું એકાંતથી ન બેલે, અર્થાત કેઈ ઘાસ તેડે, કે પાણી ઢળે, કઈ કંથુઆને હણે કેઈ નાનાં માછલાને હણે, આ બધા શુદ્ર જંતુઓ છે, અને મેટી કાયાવાળા હાથી મગર વિગેરે છે, તે બંનેને મારવામાં એક સરખું પાપ છે, તેવું ન બોલવું, અથવા તે બધાં નાનાં મેટાં છે, તેમ ઇંદ્રિય કે વિજ્ઞાન ઓછું વધતું છે, એટલે પ્રદેશ સરખા છતાં પણ કાયાની અપેક્ષાએ મારતાં પાપ એાછું વધતું છે તેવું પણ ન બોલે, જે વધ્ય (મારવા યેગ્ય)ની અપેક્ષાએ જ કર્મ બંધ છે, તે સાદૃશ્ય અથવા અસાદશ્ય કહેવાને ગ્ય છે, પણ અહીં તે બંધ તે એકલા જીવ આશ્રયી નથી, પણ અધ્યવસાયને આશ્રયી પણ છે તેથી તીવ્ર અધ્યવસાયથી મારતાં અલ્પકાયના નાશમાં પણ મોટું વેર બંધાય છે, પણ ન છૂટકે કઈ પંચંદ્રી મારતાં પણ અલ્પ વૈર બંધાય છે, આ વાત સૂત્રથી કહે છે.