________________
૧૦૦
કઈ રીતે સંયત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ થાય? અર્થાત અમને પાપ ન લાગે તે રસ્તે બતાવે. કારણ કે તમારા કહેવાથી અમે જાણીએ છીએ કે સાધુને વિરતિના સદ્ભાવથી સાવદ્ય (પાપ) કિયાથી નિવૃત્તિ છે, તેથી કરેલાં કર્મને સંચય ઓછો થાય છે, અને પાપ નષ્ટ થવાથી નરક વિગેરે ચારે ગતિને અભાવ થાય છે, આ પછવાથી આચાર્ય કહે છે કે પ્રભુએ છે જીવ નિકા સંસાર ગતિના મુખ્ય કારણપણે બતાવ્યા છે, તેમને નહણવાને નિયમ કરવાથી તે પચ્ચકખાણ કરનારા મેક્ષે જાય છે, કહ્યું છે કે
जे जत्तिय हेऊ भवस्स ते चेव तत्तिया मोक्खे । मणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥१॥
જેટલા હેતુઓ ભવ (સંસાર ભ્રમણ) ના હેતુઓ (આ ) છે, તેટલા ગણતરીથી અતીત (અનંતા) છે, પણ તેમનાં પચ્ચકખાણ કરવાથી તે સંવરરૂપે તુલ્ય થાય છે, તે આશ્રવ સંવરથી પૂર્ણ લેક છે, (સંસારમાં જેનાથી બંધન છે, તે મુકવાથી મુક્તિ છે) તેને સાર એ છે કે જેમ આપણને દંડ હાડકું મુક્કી ઢેકું ઠીકરું કે તેવા બીજા કેઈ હાથીઆરથી મારે, ઉપદ્રવ કરે કલેશ પરિતાપ ઉપજાવે અથવા મારા વાળ ખેંચે, ઉખેડે, તે હિંસાથી થયેલું દુઃખ તથા ભયને હું અનુભવ કરું છું,
इच्चेव जाव सव्वे पाणा जाव सव्वे सत्ता