________________
જુ લીખ વિગેરે ઉત્પન્ન થાય છે, તે, તથા માણસો જે વસ્તુને વાપરે તે માંચા પલંગ વિગેરેમાં માંકણ વિગેરે થાય છે, તથા માણસ કે ઢેર વિગેરેનાં મડદાં પડ્યાં હોય, અથવા વિકલેંદ્રિય શરીરે પડયાં હોય તેમાં અનુસ્મૃત–પારકાઆશ્રય પણે કૃમી વિગેરે ઉત્પન્ન થાય છે, વળી કેટલાક અગ્નિકાય વિગેરે સચિત્ત પદાર્થોમાં ઉંદર વિગેરેના રૂપમાં પ્રકટ થાય છે, વળી જ્યાં અગ્નિ ત્યાં વાયુ એટલે તે વાયુમાં પણ ઉત્પન્ન થયેલા પણ સમજવા, વળી પૃથ્વીને આશ્રય લઈને કંયુઆ કીડીઓ વિષદની રૂતુમાં ગરમીથી કે સંસ્વેદ (પરસેવા) થી થાય છે, તથા પાણીમાં પિરા છેલણક ભમરીઓ છેદનક વિગેરે થાય છે, તથા વનસ્પતિ કાયમાં પનક ભમરા વિગેરે થાય છે, તે સિવાય માખીઓ જુઆ ઘીમેલ બગાઈ કાનખજુરા ચેળ વીંછુ વિગેરે અનેક વિકલૈંદ્રિય બે ત્રણ ચાર ઇદ્રિવાળા અનેક સ્થળે જન્મે છે, આ જીવ જ્યાં જન્મ ત્યાં ઉત્પન્ન થવાના સ્થાનમાં જે સચિત્ત અચિત્ત વસ્તુ હોય તે ખાઈને પિતાના શરીરને પુષ્ટ કરે છે, વિગેરે જિનેશ્વરે કહેલું છે, હવે ચિંદ્રિયના પશાબ તથા ઝાડામાં જે જે ઉપજે છે, તે કહે છે, પૂર્વે બતાવ્યા પ્રમાણે કર્મને આધીન થઈને સચિત્ત અચિત્ત શરીરને આશ્રયી વિકલેંદ્રિય થાય છે તથા મૂત્ર ઝાડા ઉલટી વિગેરેમાં બીજા જે જન્મે છે, તે કૃમિઓનું દુષ્ટરૂપ હોવાથી દુરૂપ કહેવાય છે, તેવા કર્મોના સંભવે ત્યાં ઉપજે છે, તે ઝાડા પેશાબ વિગેરેમાં ઉપજેલા