________________
कम्मणा चेव विप्परियासमुवेति ॥ से एवमायाजह से एवमायाणित्ता आहारगुत्ते सहिए समिए सयाजए तिबेमि ॥ सू. ६२॥ बिय सूयक्खंधस्त आहारपरिण्णा णाम तईअमज्झयणं समत्तं ॥
આ પ્રમાણે કહીને બીજું આ કહે છે કે બધાં પ્રાણીઓ પ્રાણીભૂત જીવ સત્વ શબ્દ એકજ અર્થવાળા સમજવા માટે છે, અથવા થોડિ ભેદ છે, તે આશ્રયી વ્યાખ્યાન કરવું, તે જુદી જુદી નિવાળા જુદી જુદી નિઓમાં જન્મે છે, કારણ કે નરક તિર્યંચ માણસ અને દેવમાં પરસ્પર જવાનું થાય છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા છે તે શરીરને આહાર કરે છે, તેને આહાર કરતાં ગુપ્તિ ન પાળવાથી નવાં નવાં કર્મ બંધાવાથી તે કર્મને વશ થઈને નરક તિર્યંચ મનુષ્ય દેવગતિમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) વાળા થાય છે, આથી સમજાવ્યું કે કેટલાક એવું માને છે, કે આ ભવમાં જે છે, તે બીજા ભાવમાં રહેશે, તે ખોટું છે એમ સૂચવ્યું, પણ એમ જાણવું કે કર્મ પછવાડે જનારા કર્મના મૂળ કારણથી કર્મને વશ થયેલા તે તે ગતિઓમાં (જેવી મતિ તેવી ગતિ જેની કરણી તેવી પાર ઉતરણી પ્રમાણે) જાય છે, અને તેજ કર્મને લીધે પિતે સુખના વાંછક હોવા છતાં તેથી ઉલટું દુઃખ છે, તેને પામે છે.