________________
૧૦૬
બદલાય નહિ, તેમ સંશી અસંસી ન બદલાય તેવો નિયમ નથી, ભવ્ય અભવ્ય ન બદલાય તે કંઈ કર્મને સંબંધ નથી, તે અનાદિ સિદ્ધ છે, માટે તે દોષ સંજ્ઞી અસંજ્ઞીમાં લાગુ નથી પડતે, પણ જેમને કર્મને નિયમ લાગુ પડે છે તે સંસી થઈને અસંસી પણ થાય, અને અસંજ્ઞી થઈને કઈ સંસી પણ થાય, વેદાંતમતના કહેવામાં તે જરૂર પ્રત્યક્ષથી વ્યભિચાર (દોષ) દેખાય છે કે સંજ્ઞી કઈ મૂછો વિગેરે અવસ્થામાં પડેલે અસંજ્ઞીપણું પામે છે અને તે મૂછ દૂર થતાં પાછા સંસી થાય છે, બીજા જન્મમાં તે જરૂર વેદાંતમતમાં દેષ આવશે, માટે સંજ્ઞી અસંસીને કર્મની પરતંત્રતા હોવાથી સંજ્ઞી અસંજ્ઞીનું બદલાવાપણું વિરૂદ્ધ નથી, જેમકે જાગતે (સંજ્ઞી) પણ નિદ્રા આવવાથી ઉંઘ (અસીપણા)માં પડે છે, અને સૂતેલે પાછો જાગે છે માટે જેમ સૂવું જાગવું પરસ્પર બદલાય છે, તેમ સંશી અસંસીનું બદલાવું થાય છે, તેમાં પૂર્વે કરેલું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તે તે ખુલાસો (વિવેક) કર્યા વિના તેમ અવિધૂય (દૂર ર્યા વિના) અસમુછિદ્ય (છેદ્યાવિના) અનનુતાગ એ ચારે શબ્દો અર્થમાં પ્રત્યેક મળતા છતાં અવસ્થાવિશેષથી જરા ભેદ છે, માટે પૂર્વનું કર્મ છેડયા વિના અસંસીમાંથી સંજ્ઞા થાય, સંસીમાંથી અસંસી થાય, સંજ્ઞીમાંથી સંજ્ઞી અસંજ્ઞીમાંથી અસંજ્ઞી થાય, અથોત ચારે ભાંગા કર્મને આશ્રયી લાગુ પડે છે, જેમકે