________________
૪૭
ઉદરમાં જીવ જન્મે છે, તે બંને રીતે એગ્ય આહારને ગ્રહણ કરે છે, ત્યાં ત્રણ ભેદે સ્ત્રી પુરૂષ અને નપુંસકપણે જન્મ છે, ત્યાં જીવ પ્રથમ માતાનું સચિત્ત રૂધિર પિતાનું વીર્ય બંને ભેગાં થયેલાં કલુષિત કિવિષ (નિંદનીય) આહાર લે છે, તેમાં વીર્ય વધારે પ્રમાણમાં હોય તે પુરૂષપણે બાળક જન્મે, રૂધિર અધિક હોય તે બાળિકા જન્મ અને બરોબર પ્રમાણમાં બંને હોય તે બાળક નપુંસક થાય, અહીં ચાર ભાંગા થાય છે (૧) નિ ( ઉન્ન થવાનું સ્થાન) નાશ ન થયેલ હોય, અને વીર્ય શક્તિ નાશ ન થઈ હોય, તે જ ગર્ભ રહે, બાકીના ત્રણમાં એટલે કેનિ નાશ થઈ હોય, કે વીર્ય શક્તિ નાશ થઈ હોય, અથવા બંને નાશ થયાં હોય તે ગર્ભ ન રહે, આ ગર્ભ ઉપ્તન્ન થવાનું કારણ સ્ત્રીવેદને તથા પુરૂષદને ઉદય હાય, પૂર્વ કર્મના લીધે સંબંધ થયેલ હોય તે પરસ્પર સમાગમથી જેમ અરણિના કકડા ઘસાવાથી અગ્નિ થાય, તેમ ત્યાં અભિલાષ થતાં રૂધિર તથા વીર્ય મળતાં ત્યાં અનેક જંતુઓ તેજસ કાર્મણ શરીર સાથે કર્મથી ખેંચાઈને ઉપ્તન્ન થાય છે, તે બંનેના પ્રવાહીની શક્તિ નાશન પામી હોય તે ગર્ભ રહે, તે માટે સ્ત્રીની ઉમર ૫૫ અને પુરૂષની ૭૭ વર્ષની ઉમર થાય, પછી શક્તિ નાશ થાયછે, બાર મુહૂર્ત શુક શેણિત સચિત્ત અવસ્થામાં રહે છે, પછી ધ્વંસ થાય છે, તે ઉપ્તન્ન થયેલા જતુઓ તે ભેગા પ્રવાહીને શરીર વડે આહાર કરીને પોતાના કર્મના વિપાક વડે સ્ત્રી પુરૂષ કે નપુંસકભાવે ઉન્ન થાય છે,