Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
વંતા ધર્મને તે થયા, [શ્રા. વિ. ભદ્રપ્રકૃતિને લઈ સમક્તિ અને ત્યારબાદ ઉત્તરોત્તર ગુણ વિકાસ સાધી મુક્તિને મેળવી. શુકરાજની ટૂંકમાં કથા. હવે શ્રાવકના ભેદપૂર્વક શ્રાવકનું સ્વરૂપ જણાવે છે. नामाई चउभेओ, सड़ो भावेण इत्थ अहिवारो તિવિ માવ, રંજ પર જુદું ઢ » (મૂળ)
શ્રાવક–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. અહિં ભાવશ્રાવકનો અધિકાર છે અને આ ભાવ શ્રાવક દર્શન, વ્રત અને ઉત્તરગુણને લઈ ત્રણ પ્રકારે છે શ્રાવકના પ્રકાર -
. શ્રાવક ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એ રીતે ચાર પ્રકારે છે. જેમ, કેઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્રને દાસ હોય, તેમ જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકનાં લક્ષણ ન હોય, કેવળ શ્રાવક નામથી ઓળખાય તે ૧ નામ શ્રાવક. ચિત્રામણની અથવા કાષ્ઠ પાષાણુનિ શ્રાવકની મૂર્તિ તે રસ્થાપના શ્રાવક, જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને પકડવા માટે કપટ વડે શ્રાવિકાને વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે ૩ દ્રવ્ય શ્રાવક જે ભાવથી શ્રાવકની ધર્મક્રિયા કરવામાં તત્પર હોય તે જ ભાવ શ્રાવક કેવળ નામધારી, ચિત્રામણની અથવા જેમાં ગાયનાં લક્ષણ નથી તે ગાય જેમ પિતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવકે પણ પોતાનું ઈટ ધર્મકાર્ય કરી શકો નથી, માટે અહિ લાવશ્રાવકને જ અધિકાર જાણ ,