Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કરક સિદ્ધાર્થ રાયે કર્યા, [શ્રા. વિ.
હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારૂં અને જગતમાં સારભૂત એવું એક કન્યાનું જેડું તને થશે.” એવું વચન સાંભળી કન્યાને લાભ થવાને છતાં પણ કુસુમસુંદરને ઘણું જ હર્ષ થયે. ઠીકજ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હોય તે કોને ન ગમે? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ. વખત જતાં ગર્ભને પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડવર્ણના મિષથી તે નિર્મળ, થઈ ન હોય! ગર્ભમાં જડને (પાને) રાખનારી કાદબિની (મેઘની પંક્તિ) જે કૃષ્ણવર્ણ થાય છે, તે ગર્ભમાં મૂહને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણવાળી થઈ તે ઠીક જ છે.
સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જેડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીએ બે પુત્રીને જન્મ આપે અશકમંજરી અને બીજીનું તિલકમંજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓ વડે લાલનપાલન કરાતી બને કન્યાઓ ત્યાં મેટી થવા લાગી, તે બન્ને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઈ. બુદ્ધિશાળી મનુષ્યોને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર ? પહેલેથી તે કન્યાઓની રૂપસંપદામાં કાંઈ ખામી નહતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શેલવા લાગી. કામદેવે જગતને જીતવા માટે બે હાથમાં પકડવાનાં બે ખબ જ ઉજજવળ. કરી રાખ્યાં ન હોય એવી તે કન્યાઓની શોભા દેખાતી.