Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
વ, કી ધર્મવચન આગમમાં કહિયે; [પ૭૭ ૨ રથયાત્રા યાત્રા અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજને કહે છે. તેમાં અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈ યાત્રા તેને ચૈત્યયાત્રા પણ કહેવાય છે.
છે
કે
સંપ્રતિરાજાની રથયાત્રા-રથયાત્રા તે આચાર્ય હેમચંદ્રસુરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કે -પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિ નગરીમાં પધાર્યા હતા, ત્યારે એક વાર સંઘે અત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય મ. પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા ન્હાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તી સૂરિની આગળ બેસતે હતે. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂકરી યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે.
સુવર્ણની તથા માણિકય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સૂર્યના રથ સરખે રથ રથ શાળામાંથી નીકળે. વિધિને જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્ર પૂજા વગેરે કરી. અરિહંતનું સ્નાત્ર કર્યું, જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું, જાણે શ્ર. ૩૭