Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જ. કૃ] સદ્દગુણેને ગુણાકાર કરે [૬૪૯ ગાળી યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લેકેને યથાશકિત અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિ પૂર્વક ચારિત્ર ગ્રહણ કરે.
કહ્યું છે કે કેઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતા પણ ચારિત્રની દિધ અધિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણ એમનાં દુર્વચને સાંભળવાથી થનારૂં દુઃખ નથી. રાજા આદિને પ્રણામ કરે ન પડે, અન્ન, વસ્ત્ર ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લેકથી પૂજાય, ઉપશમ સુખમાં રતિ રહે, અને પરલેક, મેક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે, માટે હે બુદ્ધિશાળી પુરુષ! તમે તે ચારિત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરે. ઈતિ ચૌદમું દ્વાર ૧૫ આરંભનો ત્યાગ કદાચ કઈ કારણથી અથવા પાળવાની શકિત વગેરે ન હોવાથી શ્રાવક જે ચારિત્ર ન લઈ શકે, તે આરંભ–વજનાદિક કરે, તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભને ત્યાગ કરે. તેમાં પુત્રાદિક
ઈપણ ઘરને કારભાર નભાવે એવો હોય તે સર્વ આરંભ છે, અને તેમ ન હોય તે સચિત્ત વસ્તુને આહાર વગેરે કેટલાંક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજ. બની શકે તે પોતાને સારૂ અન્નને પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે જેને માટે અન્નપાક (ઈ) થાય, તેને માટે