Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જીવનનુ-દૂષણ-દુરાચાર. પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સહિત પાંચમાસ સુધી સ્નાનવઈ, રાત્રિએ ચઉવિહારપચ્ચક્ખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચારપર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાંઆખી રાત, સુધી કાઉસ્સગ્ન કર ૬. છઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છમાસ, સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી ૭ સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્તવર્જવું ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠમાસ સુધી પિતે. કોઈપણ આરંભ ન કરવો તે ૯ નવમી પ્રેષણપ્રતિમા તે. નવમાસ સુધી પિતાના નેકર પાસે પણ આરંભ ન કરાવે તે ૧૦ દશમી ઉદિષ્ટ પરિહારપ્રતિમા તે દસમાસ માથું મુંડાવવું, અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધનસંબંધી કઈ સ્વજન સવાલ કરે છે તે જાણમાં હોય તે દેખાડવું, અને ન હોય તે હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પિતાને સારૂ તૈયાર કરેલે પણ આહાર ભક્ષણ કરે નહી તે. ૧૧ અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે, અગિયારમાસ સુધી ઘર આદિ છોડવું, લેચ અથવા મુંડન કરાવવું, એ, પાત્રા આદિ મુનિ વેષ ધારણ કરે, પિતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરે, અને પ્રતિભાવાહકાય શ્રમણે પાસકાય ભિક્ષા દત્ત એમ કહી સાધુની માફક આચાર પાળવે, પણ ધર્મલાભ શબ્દ. ન ઉચ્ચાર. - ૧૮. અંતિમ આરાધના–અંતે એટલે આયુષ્યને છેડે સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે