Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
-૬૫૪]
મનનું દૂષણ ઈર્ષ્યા
[ત્રા. વિ.
અતિચારના પરિહારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વારરૂપ આરાધના એ રીતે કહી છે કે :-૧ અતિચારની આલેાયણા કરવી, ૨ વ્રતાદિક ઉચ્ચરવાં, ૩ જીવાને ખમાવવા, ૪ ભાવિતાત્મા એવા શ્રાવક અઢાર પાપસ્થાનકને વેસિરાવે, ૫ અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬ કરેલા દુષ્કૃતની નિંદા કરવી, છ કરેલા શુભ કર્માંની અનુમૈાદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૯ અનશન આદરવું અને ૧૦ પચપરમેષ્ટિનવકાર ગણવા. એવી આરાધના કરવાથી જો તે ભવમાં સિદ્ધ ન થાય, તા પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ; કારણ કે, સાત અથવા આઠે ભવ કરે, તેથી વધારે ન કરે એવુ આગમવચન છે. ઇતિ અઢારમુ' દ્વાર તથા સાલમી ગાથા. હવે પ્રકરણના ઉપસ'હાર કરતાં નકૃત્યાદિકનું ફળકહે છે. एअं गिहिधम्मविद्दि, पइदिअहं निव्वहंति जे गिहीणो । ફદ મવિ વર્મનિ નિવુર્ણ—મુદ્દે હજું તે હતૢતિ પુત્રં ।।?ગા(મૂલ)
આ ઉપર કહેલ નિકૃત્ય આદિ છ દ્વારવાળા શ્રાવકના જે ધવાય, તેને નિર'તર જે શ્રાવકા સમ્યક્ પ્રકારે પાળે, તેએ આ વતમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂત પણે સુખની પર પરા રુપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે.
V~~~~~~~~
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂારાવરાચત ' શ્રાદ્ધવિાધ પ્રકરણ' ની શ્રાદ્ધાવાધામુદી' ટીકામાં છઠ્ઠા જન્મ કૃત્ય પ્રકાશના ગુજરાતી અનુવાદ ગણિવર્ય શ્રી મહાયરસાગરજી મ. સા. દ્વારા સમાપ્ત થયા. LL L