Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પરિશિષ્ટ] અભક્ષ્ય, અનંતકાય ખવાય નહિ [૬૬૯ પડે તેટલા દિવસનું સૂતક. પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસને અસ્વાધ્યાય. જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે અને સાધુને હેરાવાય નહિ. શેત્રીને ૫ દિવસનું સુતક. મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે; વાચિક સ્વાધ્યાય દિન બે ન કરે; ગત્રિયોને ૫ દિવસનું સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર, ૨ દિવસ પૂજા ન કરે. ફક્ત સ્મશાનમાં ગયા હોય તે ૨૪ કલાક બાદ પૂજા થાય. જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મર તે ૧. દિવસનું સૂતક, આઠ વર્ષ સુધીનું મરણ પામે તે ૮ દિવસનું સૂતક ઢેરનું મૃતક જ્યાં સુધી પડયું હોય ત્યાં સુધી પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક, દાસદાસી જન્મ કે મરે તો ક દિવસનું સૂતક. સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય, ચાર દિવસ પ્રતિક્રમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે, રોગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તે ફક્ત પૂજા ન કરે.
ઋતુ સ્ત્રાવ (માસિકધર્મ) અંગે જરૂરી માહિતી-ભારત વર્ષની પવિત્ર સંસ્કૃતિમાં આધ્યાત્મિક તત્વની મુખ્યતા છે, તેની જાળવણી માટે ઉચ્ચ વિચાર અને પવિત્ર આચારની ખૂબ જ જરૂર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના વિષમય વાતાવરણથી એવી કઢંગી સ્થિતી થવા પામી છે કે સભ્યતા (Civilization) ને નામે પાયાની શુદ્ધિ જોખમાતી જાય છે. જેમકે સ્ત્રીઓને કુદરતી, શારીરિક બંધારણથી થતાં માસિક-ઋતુસ્ત્રાવ (M. C.) પ્રસંગે જાળવવી જોઈતી મર્યાદાઓ ભૂલાતી જાય છે. આપણું જૈનધર્મની દૃષ્ટિએ આવા પ્રસંગે ઘરનું કે ધાર્મિક કોઈપણ કાર્ય ન કરવું. શાસ્ત્રકારોએ આ બાબત ઘણી જ ગંભીર આલેખેલી છે. વૈદિક, ખ્રિસ્તી, યહુદી, પારસી, અને મુસ્લિમ ધર્મના દર્શનકારેએ આવા પ્રસંગે પવિત્રતા જાળવવા સૂચના કરી છે પાશ્ચાત્યની દષ્ટિએ આવા પ્રસંગે જે સ્ત્રીઓ અન્ય પદાર્થોને સ્પર્શ કરે તો તે બગડી જાય છે કે તેનું અન્ય રંગમાં