Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૪૬] સતકર્મને સરવાળો કર (શ્રા. વિ. - ભાવશ્રાવકે કેવા હેય? ભાવશ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યા છે, કે–૧ સ્ત્રીને વશ ન થવું, ૨ ઇંદ્રિયે વશ રાખવી, ૩ ધન અનર્થને હેતુ છે એમ માનવું ૪ સંસાર અસાર જાણ, ૫ વિષયને અભિલાષ રાખ નહીં, ૬ આરંભ તજ, ૭ ગૃહવાસ બંધન સમાન ગણવે, ૮ આજન્મ સમક્તિ પાળવું, ૯ સાધારણ માણસે ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું, ૧૦ આગમના અનુસારે સર્વ ઠેકાણે જવું, ૧૧ દાનાદિ ચતુવિધ ધર્મ યથાશક્તિ આચર, ૧૨ ધર્મ કરતાં કોઈ અજ્ઞ જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહકૃત્યે રાગ દ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાદિક હોય તે પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ પરાણે કામ પભેગન સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદોના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ.
૧ અનર્થને ઉત્પન્ન કરનાર, ચપળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણે પિતાનું હિત વાંછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું. ૨ ઈન્દ્રિયરૂપ ચપળ ઘડા હંમેશાં દુર્ગતિના માર્ગે દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યગૃજ્ઞાનરૂપ લગામવડે તેમને બેટા માર્ગે જતાં અટકાવવા. ૩ બધા અનર્થોનું પ્રયાસનું, કલેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરૂષે છેડે પણ દ્રવ્યને લેભ ન રાખ. ૪ સંસાર પિતે દુઃખરૂપ દુઃખદાયી ફળ આપનાર, પરિણામે