Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૪] હઠાવે કમ જ જીકેજ, (૫) પ્રા. વિ. કોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સવ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી.
૧૧. પૌષધશાલા–તેમજ પૌષધશાલા એટલે શ્રાવક વગેરેને પૌષધ કરવાને માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધમિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્યગ્ય સ્થાનક હેવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે-જે પુરુષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસે ચારાશી પૌષધશાળાઓ કરાવી હતી.
સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પિતાને ને મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કે છે ?” ત્યારે શિષ્ય માણિકયે કહ્યું. “જે એની પૌષધશાળા કરે તે અમે એને વખાણુએ.મંત્રીએ કહ્યું. “એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહાર પરશાળામાં શ્રાવકેને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને સારુ એક પુરુષ પ્રમાણુ ઊંચા એવા બે આરિસા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાને અર્થ સમાપ્ત થયો. आजज्मं संमत्तं, जहत्ति वयाइ दिक्खगहणं वा । आरंभचाउ बमं पडिमाई आंतिआरहणा ॥ १६ ॥(भूप